________________
આવું માનીને આરાધના કરીએ તો જ કર્મ ખપે.
તું મજ હૃદય-ગિરિમાં વસે...” પ્રભુ જો આપણા હૃદયની ગિરિ-ગુફામાં રહે તો મોહના હાથી આદિ આપણને પજવી શકે નહિ.
ભગવાન હૃદયમાં પધાર્યા પછી ભક્ત કહે છે : ભગવન્! શું આપે કાંઈ કામણ કર્યું છે ? અમારું મન ચોરી લીધું છે ? કાંઇ વાંધો નહિ. અમે પણ ઓછા નથી. અમે પણ કામણ કરીશું. અમે પણ આપને હૃદયમાં એવા વસાવીશું કે આપ છટકી નહિ શકો.
જૈનેતર સંત સૂરદાસ ખાડામાં પડ્યા. કોઈ ઊગારવા આવ્યું. સૂરદાસ સમજેલા કે એ ભગવાન જ છે. તેથી એમનો હાથ જોરથી પકડી રાખેલો. પણ ભગવાન તો ભાગી ગયા. સૂરદાસ બોલી ઊઠ્યા : “બાંહ છુડા કે જાત હો,
નિર્બળ અને મોહિ; હૃદય છુડા કે જાવ તો
મર્દ બખાનું તોહિ.” ભક્તની આ શક્તિ છે, એ ભગવાનને હૃદયમાં પકડી શકે છે. હૃદયમાં વિષય-કષાય ભરેલા હોય ત્યાં સુધી સંક્લેશ હોય છે. ભગવાન હોય ત્યાં સુધી પ્રસન્નતા હોય છે.
* ભક્તને મન પ્રભુનું આગમન એ જ નવનિધાન છે. એને બીજી કોઈ તમન્ના જ નથી.
* ભગવાનમાં માત્ર વીતરાગતા જ છે, એવું નહિ માનતા. અનંત જ્ઞાન, દર્શન, વાત્સલ્ય, અનંત કરુણા આદિ ગુણો પણ પ્રગટેલા જ છે. ભક્તિ કરતી વખતે એમની અનંત કરુણા આપણી નજર સમક્ષ રહેવી જોઈએ.
* અન્યદર્શનીઓમાં બીજું કાંઈ બચ્યું નથી, માત્ર પ્રભુ-નામકીર્તન બચ્યું છે.
પ્રભુશ્રી આદિનાથ ભગવાનની સાથે ચાર હજારે દીક્ષા લીધી. પણ પછી તાપસ બની ગયા, પ્રભુનું નામ-કીર્તન કરતા રહ્યા. કચ્છ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૧૩૯