________________
માયાનું નામ ન હોય તેથી મન નિર્મળ હોય.
* આચાર્ય ગચ્છનાયક છે એટલે નિશ્ચિત મુનિઓની સારણા, વારણાદિ કરે. એમ કરવાનો તેમને હક્ક છે.
પૂ. કનકસૂરિજી “ભાન નથી?” આટલું બોલે એ તેમની સૌથી કડક શિક્ષા હતી.
* જિનેશ્વર ભગવાન રૂપી સૂર્ય અને કેવળીરૂપી ચન્દ્ર નથી હોતા ત્યારે આચાર્ય દીપક બનીને આવે છે ને આપણું જીવન અજવાળે છે. આ વિષમકાળમાં સૂર્ય-ચન્દ્ર નથી. આપણે દીપકથી ચલાવવાનું છે. દીપક મળે તે પણ અહોભાગ્ય ! | * પુર્વ મU મિથુન ” “મિથુગા' એટલે સામે રહેલા ભગવાનની સ્તુતિ ! ભગવાન દૂર હોવા છતાં, સાત રાજલોક દૂર હોવા છતાં સામે રહેલા શી રીતે ? આપણી સામે તો દિવાલ છે, છત છે, ભગવાન ક્યાં છે ? પણ થોભો ! આપણે ચામડાની આંખથી ચાલનારા નથી. “સાધવ શાસ્ત્રક્ષs: ” સાધુની આંખ શાસ્ત્ર છે. એ શાસ્ત્ર કબાટમાં પડ્યું રહે કે સાથે હોય ? ચામડાની આંખ તો મોતીયો, ઝામર આદિથી બંધ પણ થઈ જાય, માણસ અંધ પણ થઈ જાય, પણ શ્રદ્ધાની આંખ સદા આપણી પાસે જ રહે, જે આપણે એને સંભાળી રાખીએ.
શ્રદ્ધાની આંખ કે શાસ્ત્ર આંખ બંને એક જ છે. અલગ નથી. આંખને આપનારા ભગવાન છે : “વવરવુથાપ’ |
આપણી ઝંખના પ્રબળ બની હોય ત્યારે ભગવાન ચક્ષુ આપે. પછી માર્ગ આપે. પહેલા આંખ પછી માર્ગ આપે. પહેલા માર્ગ આપે પણ આંખ ન હોય તો ચાલવું શી રીતે ?
પછી શરણ આપે. રસ્તામાં ગભરાઈ જવાની કોઈ જરૂર નથી. ભગવાન કહે છે કે, હું તારી સાથે છું. મોહના કોઈ લૂંટારા તને લૂંટી નહિ શકે.
ભગવાન ભલે દૂર રહ્યા, પણ શ્રદ્ધાની આંખથી ભક્તમાટે સામે જ છે. માટે જ ‘મથુ' કહ્યું. વળી, ભગવાન કેવળજ્ઞાન રૂપે સર્વત્ર વ્યાપક છે જ.
૧૩૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ