________________
પાલીતાણા
ચૈત્ર સુદ-૧૪ ૧૭-૪-૨૦00, સોમવાર
પૂ. દેવેન્દ્રસૂરિજી મ.ની સ્વર્ગારોહણ તિથિ. * શાસનની આરાધના એટલે નવપદની આરાધના.
નવપદની આરાધના એટલે શાસનની આરાધના. બન્ને અભિન્ન છે.
* આજે ચારિત્ર-પદનો દિવસ છે.
સંસાર-સાગરથી પાર ઊતરવા ચારિત્ર સિવાય બીજું કોઈ જહાજ નથી.
ચારિત્ર સાર્થક તો જ બને જો તેની પૃષ્ઠભૂમિકામાં સમ્યગ્દર્શન અને સમ્યગુજ્ઞાનનું બળ હોય. એ ન હોય તો ચારિત્રનું કલેવર રહે, પણ પ્રાણ ન રહે. નિષ્ણાણ ચારિત્રની કોઈ કિંમત નથી.
સંયમી કોમળ પણ હોય ને કઠોર પણ હોય. બીજા પ્રત્યે કોમળ, પણ જાત પ્રત્યે કઠોર હોય.
આવું સંયમ પાળનારા આજ સુધી અનંતા આત્માઓ થયા છે, થાય છે ને થશે.
મહાવિદેહમાં અત્યારે ૨૦ વિહરમાન ભગવાન છે. એકેક ભગવાન પાસે ૧૦૦ ક્રોડ સાધુ વિદ્યમાન છે. ૨૦ અબજ સાધુ મહાવિદેહમાં વર્તમાનમાં છે.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૪૧