________________
વારાહી
ફા.સુદ-૬ ૧૧-૩-૨૦૦૦, શનિવાર
* ભગવાન યોગ-ક્ષેમકર નાથ છે. જગતના જ નહિ, આપણા પણ નાથ છે. કારણ કે આપણે જગતથી બહાર નથી. ગુણોની જરૂર હોય, આવેલા ગુણોના રક્ષણની ચિંતા હોય તો ભગવાનને પકડી લો. કારણ કે અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ અને પ્રાપ્ત ગુણોની સુરક્ષા જગન્નાથ ભગવાન જ કરી આપે છે.
મોક્ષમાં ગયેલા ભગવાન આપણા વૉચમેન શી રીતે બને ? ભગવાનની અનુપસ્થિતિમાં પણ એમનું વૉચમેન તરીકેનું કાર્ય ચાલુ રહે છે; નામ-સ્થાપનાદિ દ્વારા, ધર્મ દ્વારા, ગુરુ દ્વારા. આ બધા જ ભગવાનના જ સ્વરૂપો છે.
ભગવાન વિનયની મહત્તા એટલે જ સમજાવે છે. વિનયથી જ અપ્રાપ્ત ગુણો આવે છે, આવેલા હોય તો ટકે છે. વિનયની વૃદ્ધિ માટે જ સાત વાર ચૈત્યવંદનનું વિધાન છે. ડગલે ને પગલે આ સંયમ જીવનમાં વિનય વણાયેલો છે.
“કોઇપણ કામ ગુરુને પૂછીને જ કરો.” – એમ શાસ્ત્રકારો કહે
છે.
હુકમ ન માને તેવા સૈનિકને સેનાપતિ રાખે ? હુકમ ન માને તો સૈનિકને સેનાપતિ ગોળીએ ઊડાવી દે. અહીં કોઈ ગોળીએ નથી
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૩૧