SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ નાખ્યો એટલે તરત જ જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મો કહી દેશે : અમે આ ચાલ્યા. અમારો સરદાર મરી ચૂક્યો છે. હવે અમારું મૃત્યુ નિશ્ચિત છે. જ્ઞાનાવરણીયાદિ કર્મ હટતાં જ ૧૩મા ગુણઠાણે કૈવલ્ય પ્રકાશ ઘટમાં રેલાય છે. બારમા ગુણઠાણે વીતરાગતા આવી. વીતરાગતા આવતાં જ તેરમા ગુણઠાણે સર્વજ્ઞતા મળે જ. સાધના વીતરાગતા માટે કરવાની છે, સર્વજ્ઞતા માટે નહિ. સર્વજ્ઞતા તો વીતરાગતા માટેનું ઈનામ છે ! જે આત્મા વીતરાગ બને એના કંઠે સર્વજ્ઞતા, ફૂલની માળા થઈને પડે. | * અભિમાન જાય નહિ ત્યાં સુધી કામ થાય નહિ. મોહની આખી ઈમારત અહંકાર પર ઊભી છે. માટે જ પહેલા નવકાર આપવામાં આવે છે. નમસ્કાર સૌ પ્રથમ અહંકાર-વૃક્ષના મૂળ પર જ કુઠારાઘાત કરે છે. અહંકાર નષ્ટ થતો જાય તેમ તેમ વિનય આવતો જાય. વિનય આવતો જાય તેમ તેમ બીજા ગુણો આવતા જાય. કારણ કે વિનય ગુણોનો પ્રવેશ-દ્વાર છે. અહંકારથી અશુદ્ધિ વધે. વિનયથી શુદ્ધિ વધે. ગુણી પુરુષો પ્રત્યે વિનય-પ્રમોદ વધે તેમ તેમ તે ગુણો આપણામાં આવતા જાય, ક્લિષ્ટ કર્મો બળીને ભસ્મ થઈ જાય. માટે જ નમસ્કાર ભાવ ૧૪ પૂર્વોનો સાર ગણાયો છે. એક નમસ્કારભાવ આવી જાય તો બીજા બધા જ ગુણો સ્વયમેવ આવવા માંડે છે. સેવા, પૂજા, ગુણાનુરાગ, વિનય, વંદન વગેરે નમસ્કારના જ પર્યાયવાચી શબ્દો છે. યોગોદ્વહન શું છે? નમસ્કાર ભાવની તાલીમ છે. દરેક ઉદ્દેશા પૂર્વે તમારે ખમાસમણા આપવાના જ, તમારે ઝૂકવાનું જ. ૩૧૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy