SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ખમાસમણા નમસ્કારનું પ્રતીક છે. વિનયપૂર્વક ગ્રહણ કરાયેલી વિદ્યા જ ફળદાયી બની શકે. એ જ યોગોહન દ્વારા શીખવાનું છે. યોગોદ્વહનની સંપૂર્ણ પ્રક્રિયા આપણા ભાવરોગની દવા છે. ઈન્દ્રિય, કષાય વગેરે પર નિયંત્રણ કરવાની તાલીમ યોગોદ્વહન દ્વારા મળે છે. * જે પાપની નિંદા-ગર્તા-પ્રતિક્રમણ ન થાય, એ પાપ એટલું બદ્ધમૂલ બની જાય કે આ ભવમાં તો નહિ, ભવાંતરમાં પણ ન જાય. માટે જ જ્ઞાનીઓએ આપણને પાપોથી બચાવવા આલોચના - પ્રાયશ્ચિત્તનું વિધાન કરેલું છે. જે પાપની આલોચના કરવાનું મન ન થાય તે પાપ નિકાચિત થયેલું સમજવું. નિકાચિત એટલે એવું પાપ કે જે ફળ આપ્યા વિના જાય જ નહિ. ગુણ જેમ ગુણના અનુબંધવાળા બને તેમ દોષ, દોષના અનુબંધવાળા બને. મૃત્યુ પહેલા અંદર પડેલા શલ્યો કાઢવા જ પડશે. એ વિના સમાધિ-મૃત્યુ મળે, એવી આશામાં રહેતા નહિ. આલોચના નહિ થવા દેનાર, ગુરુ પાસે પાપ પ્રગટ નહિ થવા દેનાર અહંકાર છે. પાપીથી પાપી છું, નીચથી પણ નીચ છું.” એવું સંવેદન દેવ-ગુરુ પાસે કરી શકીએ એવી મનઃસ્થિતિ ન બને ત્યાં સુધી સમજવું ઃ હજુ અંદર અહંકાર બેઠો છે. અહંકાર હોય ત્યાં ધર્મ શી રીતે આવે ? અહંકારના આઠ અડા છે. એને આપણે મદના આઠ સ્થાનરૂપે ઓળખીએ છીએ. પૂ. કનકસૂરિજી બહુ જ મધુર અવાજે સક્ઝાય બોલતા : “મદ આઠ મહામુનિ વારીએ...” સાંભળતાં એટલો આનંદ આવે... આજે પણ એ મધુર ક્ષણોનું સ્મરણ થાય છે ને હૃદય ગદ્ગદ્ બની ઊઠે છે. કહ્યું ક્લાપૂર્ણસૂરિએ જ ૩૧૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy