SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ માટે જ સાધુનું નામ “ક્ષમાશ્રમણ કહ્યું છે, શીલશ્રમણ કે નમ્રતા શ્રમણ નહિ. ક્રોધ કષાયના નાશથી ઉત્પન્ન થતી ક્ષમા એ જ સાધુનું આભૂષણ છે. પ્રશ્ન : વધારે ખતરનાક કોણ? રાગ કે દ્વેષ ? ઉત્તર : અપેક્ષાએ ટ્વેષ ખતરનાક છે. રાગને પ્રભુના પ્રેમમાં વાળી નાખો. તો કામ થઈ જાય. દ્વેષમાં એવું ન થઈ શકે. વળી, દ્વેષ વિધ્વંસક છે. રાગને વીતરાગના રાગમાં રૂપાંતરિત કરીએ તો તે મુક્તિનો માર્ગ બની શકે, પણ દ્વેષનું - રૂપાંતર કરીને તેને મુક્તિમાર્ગ બનાવી શકાય નહિ. - રાગ પ્રભુ તરફ રાખી શકાય, યાવતુ સર્વ જીવો પર રાખી શકાય, પણ દ્વેષ તો કોઈના પર પણ ન રાખી શકાય. રાગનો વ્યાપ વધારીને તેને પ્રશસ્ત બનાવી શકાય. ૮ષમાં આ શક્ય નથી. પ્રભુનો રાગ મોક્ષ આપી શકે, પણ કોના પરનો લેષ મોક્ષ આપી શકે? પ્રભુ પર રાગ થાય તો જ તેમની સાથે એકતા આવી શકે; પણ રાગ જ ન થાય તો ? રાગને જીતવા અનિત્યાદિ ૧૨ ભાવનાઓ છે. દ્વેષને જીતવા મૈત્રી આદિ ૪ ભાવનાઓ છે. આ બધું આપણે જાણીએ છીએ, પણ સમય આવે ત્યારે પ્રયોગ નથી કરતા. એ શીખેલું શા કામનું જે ખરે ટાઇમે કામ ન આવે ? ખરે ટાઇમે ખસી જાય તે ખોપરી શા કામની ? ભાવનારૂપી અનુપાનનો પ્રયોગ જે તમે ન કર્યો તો ધર્મરૂપી ઔષધિ કોઈ ફાયદો નહિ કરે, એમ મહાપુરુષોએ કહ્યું છે. * મન-વચન-કાયાના યોગોને જે અશુભમાં જોડો તો દંડરૂપ બને તેને શુભમાં જોડો તો ઈનામ અપાવી દે. મનદંડ આદિને જીતવા મનોગુપ્તિ આદિ જોઈએ. પાંચ સમિતિ આપણને શુભ પ્રવૃત્તિમાં જોડે છે. ૨૯૮ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy