SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ સંભાળ લે છે. આ માતૃત્વ કેટલું અદ્ભુત છે ? જે નાના શિશુને એક-બે દિવસ સુધી માતાની હૂંફ નથી મળી તે જીવી શકે ? નાનપણમાં બાળકને માતા તરફ જેવો ભાવ હોય છે, તેવો જ ભાવ ભગવાન પર થાય તો સમજી લેજો : ભક્તિની દુનિયામાં પ્રવેશ થઈ ગયો છે. આ અનુભવની તમને વાત કહું છું. મને તો ઘણીવાર અનુભવ થાય છે : હું ચાલતો નથી, મને ભગવાન ચલાવી રહ્યા છે. આજનો જ અનુભવ કહું. હું સિદ્ધાચલ પર પડી ગયો. તમને બધાને સમાચાર મળ્યા હશે. ઘણા પૂછવા પણ આવ્યા. પણ બધાને કેટલા જવાબ આપવા ? એટલે આજે વાચનામાં જ બધાને કહી દઉં છું : ““મને કશું થયું નથી. બચાવનાર ભગવાન મારી પાસે છે.” હું જો ભગવાનની આવી શક્તિ ન સ્વીકારું તો ગુનેગાર ગણાઉં. મુક્તિ હું નથી મેળવતો, ભગવાન આપી રહ્યા છે. ભક્તને આવો સતત અનુભવ થયા કરે છે. * ઘણા કહે છે : ઉપાદાન કારણ રૂપ આત્મા જ સાધના કરે છે. ભગવાન શું કરે તેમાં ? ભગવાન માત્ર નિમિત્ત છે. અંદર ભૂખ જોઈએ. ભૂખ ઉપાદાન છે. ભોજન નિમિત્ત છે. ભોજન બિચારું શું કરે ? - તમારા પેટમાં પચાવવાની જેમ શક્તિ છે તેમ ભોજનમાં પણ પચવાની શક્તિ છે, તેમ તમે માનો છો ? જો એમ ન હોય તો ફોંતરા કે પત્થર ખાઈને પેટ ભરી લો. આપણામાં તરવાની શક્તિ છે, તેમ અરિહંતમાં તારવાની શક્તિ છે, તેમ માનો છો ? અરિહંત વિના તમે બીજા કોઈના આલંબને તરી શકો ? પત્થર ખાઈને પેટ ભરી શકાય તો પ્રભુ વિના તરી શકાય. પત્થર ખાઈને તો હજુ પણ પેટ કદાચ ભરી શકાય, પણ પ્રભુ વિના તરી ન જ શકાય. આજ સુધી કોઈ તરી શક્યું નથી. * આપણી છ કારક શક્તિઓ સદા કાળથી અનાવૃત છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૪૧૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy