________________
જ્યાં સુધી આપણે તેને મુક્તિ માર્ગે વાળતા નથી ત્યાં સુધી તે સંસાર-માર્ગે વળતી જ રહે છે. એનો અર્થ એ થયો કે આપણી જ શક્તિઓથી આપણા દુઃખમય સંસારનું સર્જન થઈ રહ્યું છે. હવે જો આપણે જાગી જઈએ તો એ જ શક્તિઓ દ્વારા સુખમય મુક્તિ તરફ પ્રયાણ કરી શકીએ. આ તત્ત્વ આજના જીવો સમજતા નથી. સમજાવવા બેસીએ તો પણ સમજવા તૈયાર નથી હોતા. બધું હવામાં ઊડી જતું હોય તેમ લાગે છે. છતાં હું નિરાશ નથી થતો કારણ કે મને તો એકાન્ત લાભ જ છે. મારો સ્વાધ્યાય થાય છે. | * દૂર રહેલા ભગવાન ભક્તિથી નજીક આવી જાય છે. ભગવાન નજીક આવ્યા એની ખાતરી શી ? ભગવાન પાસે હોય છે ત્યારે મનની ચંચળતા ઘટી જાય છે, વિષય-કષાયો શાંત બની જાય
માટે જ મહાપુરુષો પ્રભુને પ્રાર્થના કરે છે : ઓ પુરુષસિંહ રૂપ પ્રભુ...! આપ મારા હૃદયની ગિરિ-ગુફામાં સિંહ રૂપે પધારો. આપ હો પછી મોહના શિયાળીઆની શી શક્તિ છે કે તે અહીં આવવાની હિંમત પણ કરી શકે ?
* પ્રભુને બોલાવવા છે ?
પ્રભુ આવી જાય તો પણ તે પછી તેની સામે જોવાની ફુરસદ છે તમારી પાસે ?
સાચું કહું? પ્રભુ તો હૃદયમાં વસેલા છે જ, પણ આપણે જ એ તરફ કદી જોતા નથી. આપણી અંદર બેઠેલા ભગવાન તો અનંતકાળથી આપણી વાટ જોઈ રહ્યા છે કે મારો આ ભક્ત ક્યારેક મારી સામે જુએ ! પણ, આપણને ફુરસદ નથી.
* જલ્દી-જલ્દી સિદ્ધાચલની યાત્રા કરી આવીએ છીએ. વહેલાવહેલા દર્શન કરી સાડા સાતે તો પાછા આવી જઈએ છીએ.
સાડા સાતે વંદન કરવા આવનારને હું ઘણીવાર પૂછું ઃ યાત્રા કરી આવ્યા ?
જવાબ મળે : “હાજી ” મને વિચાર આવે : ક્યારે ઊઠયા હશે ? ક્યારે ગયા હશે?
૪૧૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ