SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ હા.... ભેંસ માથું ખૂબ હલાવે, પણ સમજે કેટલું ? સામેની સભા સમજદાર હોવી જોઇએ. સભા જો વ્યુત્પન્ન હોય તો તે મુજબ, અજ્ઞાન હોય તો તે મુજબ સંભળાવવું પડે. ફલોદી ચાતુર્માસ [સં. ૨૦૨૪] માં ગાંધીચોકમાં મારું જાહેર પ્રવચન રહ્યું. મારી તો ઇચ્છા ન્હોતી, પણ અપોણા અખેરાજજી બાપજી આઇયા હૈ । ગાંધીચોકમેં જાહેર વખ્યાણ રાખણો જ ચઇજે.’’ એમ સમજીને ઓસવાળોએ જાહેર વ્યાખ્યાન ગોઠવેલું. પણ બ્રાહ્મણોથી આ સહન શી રીતે થાય ? એક બ્રાહ્મણે ચાલુ વ્યાખ્યાનમાં ઊભા થઇને પૂછ્યું : ‘રુસરા તો सब ठीक है, लेकिन यह तो दिखाओ : पाप का बाप कौन ?” મેં કુમારપાળ ચિત્રમાં આ અંગે વાંચેલું એટલે તરત જ જવાબ આપ્યો : ‘પાવાપ એમ હૈ ।' તેને કંઇ ‘પાપનો બાપ મિથ્યાત્વ છે' એમ ન કહેવાય. એને અનુરૂપ જવાબ હોવો જોઇએ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ ત પીતમ્ ? છાશ પીધી ? એવા પ્રશ્નનો જવાબ કેટલો સુંદર આપેલો : “ત શ્વેત, ન તુ પીતમ્'' । છાસ સફેદ હોય છે, પીળી નહિ.'' પણ, ત્યારથી મને લાગ્યું કે સમજ્યા વિના કદી જાહેર વ્યાખ્યાન રાખવા નહિ. પાછળથી પૂ. પંન્યાસજી મ.ની પણ એવી જ ભલામણ આવેલી. * જીવમાં આળસ આમ તો ભરેલી છે જ, પણ ખાસ કરીને આત્મ-કલ્યાણ કરવાનું હોય ત્યારે સૌ પ્રથમ આળસ ચડી બેસે. જીવને આત્મ-કલ્યાણમાં આળસ ઘણી આવે. બીજું-બીજું ક૨વામાં ક્યાંય આળસ નહિ, પણ આત્મ કલ્યાણકર અનુષ્ઠાનોમાં ભરપૂર આળસ. * અંદર બેઠેલો મિથ્યાત્વ મહેતો બહુ જબરો છે. એ તમને અહીં આવવા જ ન દે. કદાચ આવવાની રજા આપે તો કાનમાં ફૂંક મારી દે : જોજો. ત્યાં જઈને બધું સાંભળજો, પણ કાંઇ માનતા નહિ. જેવા છો તેવા જ રહેજો. જરાય બદલાતા નહિ.’’ ૫૩૮ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy