________________
હશે તો જ બીજાને આપી શકીશું.
હમણા બધા સમુદાયના મહાત્માઓ આવ્યા હતા. સામુદાયિક પ્રવચનનો વિષય શો રાખવો ? તે અંગે પૂછતાં મેં જણાવ્યું : મૈત્રીભાવથી શરૂ કરો. પછી ભક્તિ પર રાખજો.
આપણી અંદર ભાવિત બનેલું હશે તો જ લોકોને અસર કરી શકશે, એટલું યાદ રાખજો.
* જગતના બધા જ ધ્યાનગ્રંથોથી ચડી જાય - એવો ગ્રન્થ [ધ્યાન-વિચાર] આપણી પાસે હોવા છતાં મોટા ભાગના લોકોનું એ તરફ ધ્યાન ગયું જ નથી, એ મોટી કરુણતા છે. ધ્યાન-વિચાર ગ્રન્થ બહાર પડી ગયો છે, પણ ખોલે જ કોણ ? | કોઈ મુનિ વ્યાકરણમાં, કોઇ કાવ્યમાં, કોઇ ન્યાયમાં કે કોઈ આગમમાં અટકી જાય છે, પણ ધ્યાન સુધી પહોંચનારા વિરલ હોય છે.
ભાષાકીય જ્ઞાન માટે વ્યાકરણ છે. ભાષાકીય જ્ઞાનથી સાહિત્ય જ્ઞાન, સાહિત્ય જ્ઞાનથી આગમ-જ્ઞાન અને આગમ જ્ઞાનથી આત્મજ્ઞાન ચડીયાતું છે.
ધ્યાન વિના આત્મા સુધી પહોંચવાનો કોઇ માર્ગ નથી. આત્મા સુધી ન પહોંચાય ત્યાં સુધી બધું અઘરું છે.
* હિંસા આદિને ઉત્પન્ન કરનાર ક્રોધાદિ છે. એટલે જ હિંસા આદિથી ક્રોધાદિ ખતરનાક છે.
ક્રોધથી હિંસા, માનથી મૃષા, માયાથી ચોરી અને લોભથી કામ-પરિગ્રહ વધતા રહે છે.
ક્રોધ મૂળ છે. હિંસા ફળ છે. માન મૂળ છે. મૃષાવાદ ફળ છે. માયા મૂળ છે, ચોરી ફળ છે. લોભ મૂળ છે અબ્રહ્મ-પરિગ્રહ ફળ છે.
* ભેંસ આગળ ભાગવત વાંચવા કોણ તૈયાર થશે? બહુ જ બોલવાનો સ્વભાવ હોય ને કોઈ સાંભળનારું ન હોય તેવો મૂર્ખ જ કદાચ તૈયાર થશે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૩૦