________________
“માલીશ વિના પણ શરીરની કોમળતા, તેલ વિના પણ ચામડીની સ્નિગ્ધતા..... આ અંદર પ્રકાશતા તત્ત્વનું બાહ્ય ચિહ્ન છે.
મનનું શલ્ય ટળી જાય, મન સંપૂર્ણ વિલીન બની જાય ત્યારે શરીર અક્કડતા છોડીને, છત્ર જેવું શિથિલ બની જાય છે.”
પૂજ્યશ્રીને પ્રત્યક્ષ જોનાર તથા ચરણ- સ્પર્શ કરનારને ખ્યાલ હશે કે ઉપર લખ્યા પ્રમાણે જ પૂજ્યશ્રીની ચમકતી ત્વચા છે, કોમળ કાયા છે, અક્કડાઈ વગરનું અંગ છે.
આવા સિદ્ધયોગીના વચનામૃતો સાંભળવા જીવનનો પરમ આનંદ છે. આ આનંદ અન્ય પણ પામો, એવા આશયથી પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરાયું છે.
પ્રસ્તુત પુસ્તકમાં મુખ્યતાએ વાંકી ચાતુર્માસ પછી જ્યાં જ્યાં વાચના થઈ અને અમે જ્યાં જ્યાં હાજર રહીને અવતરણ કર્યું તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે.
વિ.સં. ૨૦૫૬ ફાગણ સુદ-૫ થી ચંદાવિઝા પગના પર શરૂ થયેલી વાચના અષાઢ વદ-૨, વિ.સં. ૨૦૫૬ પાલીતાણામાં પૂર્ણ થયેલી છે. માટે ત્યાં સુધીની વાચના આ પુસ્તકમાં આપેલી છે.
પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તે બદલ હાર્દિક મિચ્છામિ દુક્કડં યાચીએ છીએ.
-ગણિ મુક્તિચન્દ્રવિજય -ગણિ મુનિચન્દ્રવિજય
ખીમઈબેન જૈન ધર્મશાળા તળેટી રોડ, પાલીતાણા-૩૬૪ ૨૭૦. જિ. ભાવનગર (ગુજરાત) અષાઢ વદ-૩, બુધવાર, તા. ૧૮-૭-૨OOO