________________
હ
છે.
અંજાર.
પોષ સુદ-૧૪
૨૮-૧-૨૦00, ગુરુવાર प्रबोधाय विवेकाय, हिताय प्रशमाय च । सम्यक् तत्त्वोपदेशाय, सतां सूक्तिः प्रवर्तते ॥ * પ્રભુ વીરની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. શું કારણ ?
કોઇપણ કાર્ય બધા કારણોની હાજરીથી જ સિદ્ધ થાય. કોઈપણ કાર્ય સિદ્ધ ન થાય ત્યારે નિરાશ ન થતાં વિચારવું : જરૂર કોઈ કારણની ખામી છે.
કાળ વિષમ છે.” એમ કહીને છટકી જશો નહિ. કાળને વિષમ બનાવનાર આપણે જ છીએ. આપણો જ વક્ર અને જડ સ્વભાવ છે. | હેમચન્દ્રસૂરિ જેવા તો આ કલિકાલને પણ ધન્યવાદ આપે છે: અલ્પકાળમાં પણ કલિકાલ સાધના સફળ બનાવી દે છે. સયુગમાં તો ક્રોડો વર્ષ સાધનામાં લાગી જતા. આખરે દૃષ્ટિકોણની વાત છે. તમે શુભ દૃષ્ટિકોણ રાખીને ગમે તેવા નઠારા પદાર્થમાંથી પણ શુભ શોધી શકો. જેમ કૃષ્ણ મરેલી કૂતરીમાંથી ધોળા દાંત શોધી કાઢેલા. કલિકાલ પણ મરેલી કાળી કૂતરી છે. એમાંથી ઉઠ્ઠલ દંત-પંક્તિ જેવું કશુંક શોધી કાઢવું જોઇએ.
પ્રભુની નિષ્ફળ દેશનાનું પણ સફળ રહસ્ય સર્વ વિરતિ વિના (નોંધઃ “કહ્યું, કલાપૂર્ણસૂરિએ” એટલે જ “કહે કલાપૂર્ણસૂરિ - ૨
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૧