SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે મારી શકાય ? બીજા બેને આ વિચાર ન આવ્યો. હવે તમને કેટલા જુએ છે ? અનંતા-સિદ્ધો વીશ વિહરમાન, ૨ ક્રોડ કેવળીઓ-આ બધા જુએ છે. તો આપણે કેવી પ્રવૃત્તિ કરીશું ? આપણે નારદ જેવા ? કે બીજા બે વિદ્યાર્થી જેવા ? * આ ચારિત્ર બરાબર પાળીએ તો મોક્ષનું સર્ટિફિકેટ મળી ગયું કહેવાય. તમને દીક્ષા-વડીદીક્ષા-જોગ કરાવ્યા એટલે ભગવાન તરફથી સર્ટિફિકેટ આપ્યું કહેવાય. સમ્યગદર્શન મળ્યું એટલે તમે મોક્ષના અધિકારી બની ગયા. સંઘમાં કોઈ પોતાનો પાસ ખોઈ નાખે તો જમાડે નહિ. પ્રભાવના પણ ન આપે. આપણે સમ્યગ્રદર્શનનું સર્ટિફિકેટ ખોઈ નાખીશું તો મોક્ષ નહિ મળે. માટે જ કહું છું : આને સંભાળજો. મળેલા મહાવ્રતોને બરાબર સાચવજો. રોહિણીની જેમ બીજાને પણ આપજો. પાંચ સમિતિ - ત્રણ ગુપ્તિનું પાલન અણીશુદ્ધ કરો તો આ ચારિત્ર રૂપી પાસ બરાબર સચવાશે. * કુમારપાળ મહારાજાએ ભૂતકાળમાં માંસ ખાધેલું. એક વખત ઘેબરનું ભોજન કરતા'તા ને એમાં માંસ જેવો સ્વાદ આવ્યો. અને ચમક્યા : મને કેમ આ યાદ આવ્યું ? ને રડીને ગુરુ મહારાજને કહ્યું કે મને કેમ યાદ આવ્યું ? ઘેબરમાં માંસની સ્મૃતિ થઇ એનું પ્રાયશ્ચિત્ત આપો. હેમચન્દ્રસૂરિજીએ પ્રાયશ્ચિત્તમાં ૩૨ દેરાસર બંધાવવાનું કહ્યું. અને ૩૨ દાંતોને સજા તરીકે યોગશાસ્ત્રના ૧૨. અને વીતરાગસ્તોત્રના ૨૦ પ્રકાશનો રોજ સ્વાધ્યાય કરવાનું કહ્યું. મયં દ્વિનિ = ગંદી - ગલીચ ચીજો છોડી દીધી હોય તો પણ યાદ આવે. તો અત્યારે એ મારો પાપી આત્મા નથી. અત્યારે તો હું ભગવાનનો સાધુ છું. થઈ ગયેલા પાપોની નિંદા કરું છું. જે વખતે તેની સ્મૃતિ થઈ જાય તે જ ઘડીએ નિંદા કરવાની છે. આપણને આ ભગવાને કેવું શસ્ત્ર આપ્યું ? ભૂલ થઈ જાય પણ ભૂલ થતાં પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત્ત કરો તો પાપથી છૂટી શકો. એ ન કરો તો ભવભ્રમણ થાય. “દુષ્યનું સંવરેનિ' પાપમય અતીતની નિંદા કરવાની છે તેમ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૨૨૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy