________________
પાપમય વર્તમાન ચિત્તનો સંવર કરવાનો છે ને ભવિષ્યનું પચ્ચખાણ લેવાનું છે.
ભૂતની નિંદા, વર્તમાનનો સંવર અને ભવિષ્યનું પ્રત્યાખ્યાન કરવાનું છે.
નાળિએર દ્રાક્ષ : નાળીએરભાઈ ! સાંભળો. આ વિશ્વમાં જેટલા ફળો છે એમાં કાંઈને કાંઈ તો ફેંકવા લાયક હોય જ છે. જેમકે કેરીના ગોટલા-છોંતરા, કેળાની છાલ, સફરજનમાં પણ થોડાક બી... પણ હું જ આ જગતમાં એવું ફળ છું કે જેનો એક પણ ભાગ ફેંકવો પડતો નથી. બાળક-બૂઢા બધા આનંદથી મારો આસ્વાદ માણી શકે છે અને ઓ નાળીએર ! તારું તે કાંઈ જીવન છે ? ઉપર કેવી બાવા જેવી જટા છે. અંદર કેવી હાડકા જેવી કઠણ કાચલી છે ? અને અંદર થોડુંક જ કામ આવે તેવું હોય છે. તારા જેવાનું વિશ્વમાં અસ્તિત્વ જ ન હોય તો કેટલું સારૂં ?”
- ઊંચી ખાનદાનીવાળો નાળીયેર બોલ્યો : બહેન દ્રાક્ષ ! તને શી ખબર છે ? સાચી વાત સમજ તો ખરી. હું આસન, વાસન (વસ્ત્રો અને પ્રાશનમાં કામ આવું છું. મારી જટાથી સુંદર આસન બને છે, દોરડા બને છે. મારી ખોપરીથી પ્યાલા આદિ બને છે અને હું ખાવામાં અને પીવામાં બન્નેમાં કામ લાગું છું. મારા તેલની કેટલીયે સુંદર મીઠાઈઓ બને છે. માણસોના વાળને મારું તેલ સુગંધી બનાવે છે. મારી મહત્તાનું મૂલ્યાંકન તું ક્યાંથી કરી શકે ? આખરે તો તું દારૂની જનેતા છે ને ? તારામાં ઉન્મત્ત બકવાસ સિવાય શું હોઈ શકે ?
૨૩૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ