________________
જીવનો આપણા પર ઉપકાર છે એ ઉપકારનું ઋણ ચૂકવવાને બદલે આપણે અપકાર કરતા રહીએ એ કેવું ?
સંસારમાં રહીશું ત્યાં સુધી પર-પીડન અવશ્ય છે. મોક્ષમાં જઈએ પછી જ સંપૂર્ણ પર-પીડન બંધ થાય.
જેટલો મોક્ષમાં વિલંબ તેટલો બીજા જીવોને વધુ ત્રાસ..! અનંતા નિગોદના જીવો રાહ જોઇને બેઠા છે : જગા ખાલી કરો. અમારે તમારા સ્થાને આવી સાધના કરીને મોક્ષે જવું છે.
આપણે મોક્ષે જઈશું તો જ કોઇક નિગોદમાંથી બહાર નીકળશે ને ?
જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી જીવન પરોપકાર-પરાયણ રહેવું જોઈએ. પરોપકાર એ જ સાચા અર્થમાં સ્વોપકાર છે. સ્વોપકાર સ્વિાર્થ કરનારો સાચા અર્થમાં સ્વોપકાર પણ કરી જ નથી શકતો. સ્વોપકારી [સ્વાર્થી] ખરેખર તો સ્વ-અપકારી જ છે.
આપણને જીવાડવા વાયુ, પાણી વગેરેના અસંખ્ય જીવો સતત પોતાનું બલિદાન આપતા રહે છે, એ વિચાર નજર સામે રાખીએ તો જરૂર કરતાં વધુ પાણી વગેરે વાપરવાનું કદી મન ન થાય.
રાજાએ નૈમિત્તિકને ભવિષ્ય પૂછતાં તેણે કહ્યું : ““આ વર્ષે ભયંકર દુકાળ પડવાનો છે.”
રાજા વગેરે, સ્તબ્ધ થઈ ગયા. શેઠિયાઓએ તરત જ અનાજ આદિ સંઘરવાનું શરૂ કર્યું. પણ અષાઢ મહિનો આવતાં જ મેઘ તો મુશળધાર વરસી પડ્યો. દુકાળની વાત ખોટી પડી.
જોષીને પૂછતાં તેણે કહ્યું ઃ ગ્રહોના આધારે હજુ પણ હું કહું છું : દુકાળ જ પડવો જોઇએ. પણ વરસાદ કેમ પડ્યો ? તે મનેય સમજાતું નથી. કોઈ જ્ઞાનીને પૂછીએ તો ખબર પડે.
કેવળજ્ઞાનીને પૂછતાં તેમણે કહ્યું : જોષી પોતાના બોધ પ્રમાણે ખોટો નથી. પણ જ્યોતિષથી ધર્મનો પ્રભાવ ખૂબ જ ઉચ્ચ છે, જે જ્ઞાની સિવાય કોઈ સમજી શકે નહિ. તમારા નગરમાં શેઠને ત્યાં જે પુણ્યવાન બાળકનો જન્મ થયો છે, તેના પ્રભાવે દેશમાંથી દુકાળ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ પ૧૯