SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પહોંચાડે આ લાવ તે લાવ -આવી ઈન્દ્રિયોની લાલસા સતાવે. ઈન્દ્રિયજય અને કષાયજય સંકળાયેલા છે. ઈન્દ્રિયોનો જય ન કરો તો કષાયો થવાના ને કષાયો થાય એટલે સંકલ્પ - વિકલ્પ થવાના. તેનું કામ જ એ.છે. માટે અત્યારથી જ સાવધાન થઈ જવા જેવું છે. આપણી તપાસ આપણે જાતે કરવાની છે. કોઈ ઉત્તમ ચીજનો ૨સ એવો ખરો કે મને એના વગર ન ચાલે ? એવું આત્માને કદી પૂછ્યું છે ? પ્રભુ ભક્તિનો રસ છે ? આગમનો રસ છે ? આટલી કક્ષાએ પહોંચ્યા પછી બીજો હીન રસ રાખીએ તો દુર્ગતિમાં જવું પડે. * આપણા આત્માને જય અપાવનાર બીજું કોઈ નથી, આપણું જ સત્ત્વ છે. બીજું કાંઈ યાદ ન ૨હે તો દુષ્કૃતગર્હ આદિ ત્રણ યાદ રાખજો. દરરોજ ત્રણ વખત દુષ્કૃતગહ આદિ કરવા જ. મનની વ્યાકુળતા દૂર ન થાય ત્યાં સુધી આ કરવાનું. * શરીરના ત્રણ દોષ છે : વાત, પિત્ત અને કફ. આત્માના ત્રણ દોષ છે : રાગ, દ્વેષ અને મોહ. તેનું નિવારણ ત્રણથી થાય ઃ શરણાગતિ, દુષ્કૃતગહ અને સુકૃત-અનુમોદના. રાગ કરો તો સુકૃતોનો કરો . સુકૃત - અનુમોદના. દ્વેષ કરો તો દોષો પર કરો. દુષ્કૃત ગાઁ. મોહ કરો તો ભગવાનનો કરો. શરણાગતિ. હરડે, બહેડા અને આમળાના મિશ્રણથી ત્રિફળારૂપ ઔષધ બને તેમ આ ત્રણના મિશ્રણથી ભાવ-ઔષધ બને છે. * રાગ કરતાં અપેક્ષાએ દ્વેષ વધુ ખતરનાક છે. કારણ કે દ્વેષ હંમેશા જીવો પર જ થાય છે. જીવ પરનો દ્વેષ અંતતોગત્વા પ્રભુ પરનો દ્વેષ છે. ૨૫૮ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy