________________
પાલીતાણા
વૈશાખ સુદ-૫ ૮-૫-૨૦00, સોમવાર
* આપણે સંસારી જીવ છીએ એટલે મરણ વગર છૂટકો નથી. તો કમોતે મરવું ? કે સમાધિથી મરવું ? મરણ વખતે જેની સાથે જન્મથી સંબંધ છે તે દેહ સુદ્ધાનો ત્યાગ કરવાનો છે.
પહેલેથી એવું જીવન જીવવું કે મરણ કાલે સમાધિ મળે. સામે ચાલીને કષ્ટો ઊભા કરવાથી મૃત્યુ સમયે સમાધિ રહી શકશે.
* ચારિત્રમાં દોષો લગાડ્યા એટલે નાવમાં કાણું પાડ્યું. આપણું જહાજ સાગરમાં ચાલે છે કે કિનારે પહોંચી ગયું ? સાગરમાં તરતા જહાજમાં કાણા પડે તો પોતે તો ડૂબે જ, પરંતુ જહાજમાં જે બેઠા હોય તે બધા પણ ડૂબે.
આપણે જેટલા દોષો લગાડીએ એ જોઈ બીજા પણ એ દોષો લગાડે. શાસ્ત્રીય ભાષામાં તેને અનવસ્થા દોષ કહેવાય. ને તમે જો ઉત્તમ ચારિત્ર પાળો તો તે જોઈ બીજા પણ તેવું પાળે તો ઉત્તમ પરંપરા ચાલે.
આપણને કેવા ઉત્તમ ગુરુ મળ્યા કે તે જોઈને પણ ચારિત્ર શીખાય.
તપ દ્વારા શરીરને કહ્યું નથી. ધ્યાનથી મનને કહ્યું નથી તો અંતિમ સમયે તે તોફાની ઘોડા રૂપી ઈન્દ્રિયો આત્માને બાધા
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૫૦