________________
પાલીતાણા
વૈશાખ સુદ- ૯-૫-૨૦00, મંગળવાર
* મરણ કોઈ રીતે અટકતું નથી, એનો સામનો થતો નથી. એ અનિવાર્ય છે, પણ એને સુધારી શકાય. મરણ એનું જ સુધરે, જેનું જીવન સુધરે. અત્યારથી સમાધિ આપતાં શીખશો, થોડા થોડા કષ્ટો સહન કરતાં રહેશો, દરેક પરિસ્થિતિમાં મન-વચન-કાયાને સમ રાખતા શીખશો- તો છેલ્લે સમાધિ આવશે.
* જડ હોવા છતાં ચંદન પોતાનો સ્વભાવ [શીતલતા]મૂકે નહિ, તો મુનિ પોતાનો સ્વભાવ મૂકે ? આવી સમતા સુધી પહોંચવાની આપણી તૈયારી ન હોય તો પણ અત્યારે થોડો થોડો તેનો અભ્યાસ કરવાનો છે.
જો સમતા મેળવવા પ્રયાસ નહીં કરીએ તો ભવભ્રમણ વધી જશે. આપણને ખબર નથી કે, ત્રસકાયમાં આવ્યાને દલા વર્ષ થયા ? પણ જ્ઞાનીએ ચાન્સ આપ્યો કે ૨૦૦૦ સાગરોપમમાં તમે મોક્ષે પહોંચી જાવ. જે એ કામ ન કર્યું તો ફરી એકેન્દ્રિયમાં જવું પડશે.
યોગસારમાં લખ્યું છે કે કેવળજ્ઞાન સમતા વગર નહીં જ મળે. ચાહે આ જન્મમાં મેળવો કે ગમે ત્યારે મેળવો, પણ સમતા વગર નહીં મળે.
આગમનું જ્ઞાન હોવા છતાં ઇન્દ્રિયોનો રસ હોય તો પણ સમતા નહીં મળે. પણ જેણે ઈન્દ્રિયોનો, કષાયોનો અને મનનો જય
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૨૫૯