SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કરનારો અને સર્વનો સાર કહેવાયો છે. * નામ તો હતું વિનયરન, પણ કામ કર્યા અવિનયથી ભરેલા. આ વિનયરને રાત્રે રાજાનું ખૂન કર્યું. એની પાછળ શાસનની અપભ્રાજના રોકવા આચાર્યને પણ આપઘાત કરવો પડ્યો. આચાર્યના પ્રાણ ગયા. તેની જવાબદારી વિનયરત્નની ગણાય. * જ્ઞાન, દર્શનાદિ કરતાં વિનય કેટલો મૂલ્યવાન છે, એ સમજવાનું છે. વિનય વિના જ્ઞાનાદિ કદી સમ્યગૂ બની શકતા નથી. વિનય તો આરાધનાની ઘડીયાળનું મુખ્ય અંગ છે, એના વિના એ નહિ ચાલે. આરાધનારૂપી બગીચાને હરિયાળો રાખનાર વિનયરૂપી કૂવો છે. * વિનય સાધનાનું મૂળ છે, સાધનાનું રહસ્ય છે, સાધનાનું ઐદંપર્ય છે, એમ સાધકને લાગ્યા વિના રહે જ નહિ. હું મારા અનુભવથી આ અધિકારપૂર્વક કહી શકું તેમ છું. વિનય એવી ચાવી છે, જેનાથી બધા જ ગુણોના તાળા ખુલી શકે છે. આ બધી વાતો ભલે મારા અનુભવને મળતી આવે, ભલે સંવાદી હોય, પણ મારા ઘરની નથી. અહીં [ચંદાવિય પન્નામાં જે લખ્યું છે, તેના ઉપરથી જ હું બોલું છું. કાંઈ આડું અવળું હોય, ભૂલ હોય તો મારી છે. “જ્ઞાન વાંચો” એમ ન લખ્યું, “જ્ઞાન શીખો' એમ લખ્યું. શા માટે ? જાતે વાંચી શકાય, પણ શીખી ન શકાય. ગુરુ વિના શીખી ન શકાય. ગુરુ હોય એટલે વિનય કરવો જ પડે. * આઠેય જ્ઞાનાચાર આવે પછી જ સાચા અર્થમાં જ્ઞાન આવી શકે. * “સમર્થ રોય ! મા પમાયg' આ તમે ભણ્યા. પછી પુનરાવર્તન કર્યું. હવે શું કરવાનું ? આ બોલતા રહેવાનું ને પ્રમાદ કરતા રહેવાનું? પોપટ જેવા થવાનું? પોપટની વાર્તા કાલે કરીશ. ૪૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy