________________
“આજ સુગંધી ચોખા લાવ્યો હતો.”
સાંજના પ્રતિક્રમણમાં શ્રાવક આવ્યા તો પૂછયું : તમારા ઘરે સુગંધી ચોખા ક્યાંથી આવ્યા ?
ગુરુ મહારાજ આગળ જુઠું શી રીતે બોલાય ?
તેણે કહ્યું : “આજ દેરાસર ગયો હતો કોઈ યાત્રિકે સુગંધી ચોખાથી સાથીયો કર્યો. એનાથી ૪-૫ ગણા ચોખા નાખી દઈશ. એમ વિચારી તે ચોખા ઘેર લઈ આવ્યો. રાંધ્યા. વહોરાવ્યા.”
ગુરુ મહારાજ : ગજબ થઈ ગયો ! આવું કરાય ? ગુરુએ તેને પ્રાયશ્ચિત્ત આપ્યું ને શિષ્યને ઉલ્ટી કરાવી.
આપણા જીવનમાં આવું બને છે ખરું ? ઉન્માદ જાગે – ખરાબ વિચારો આવે એ ક્યાંથી ? જેટલા દોષો લગાડીએ એમાંથી આવે.
* અષ્ટ પ્રવચન માતાની ઢાળો કેવી સરસ છે ? એના પર મેં આધોઈમાં વાચના આપેલી.
સમિતિ-ગુપ્તિ સાથે જે રાગ-દ્વેષ નથી કરતો તેની વિશુદ્ધિ થાય છે. પૂરી વિશુદ્ધિ ન થાય છતાં પણ વિશુદ્ધિના સંસ્કારો પડશે તો આવતા જન્મમાં પણ તે સંસ્કારો સાથે આવશે.
* ગુણોનું સંક્રમણ થાય છે. આપણા આચાર્યદેવ પૂ. કનકસૂરિજી મ. વિશુદ્ધ ચારિત્ર પાળતા માટે આપણને એવું વિશુદ્ધ ચારિત્ર પાળવાનું મન થાય છે. પોતે તો બોલવામાં જયણા રાખે પણ સામેની વ્યક્તિ વાતો કરે તો તે પણ જયણા રાખે. આવા મહાત્મા ચારિત્ર શું છે તે પોતાના જીવન દ્વારા બતાવે.
* પ્રવચન માતા વિષે સાંભળવા મળે – વાંચવા મળે ત્યારે ખબર પડે કે પ્રવચન માતાનું આટલું મૂલ્ય છે !
ચારિત્રાચાર શું ચીજ છે ? પ્રણિધાન યોગથી યુક્ત છે. પ્રણિધાન એ આશય છે. પિાંચ આશયો છે.] આશય મનનો વ્યાપાર છે ને યોગ મન-વચન-કાયાની પ્રવૃત્તિ છે. પાંચ આશય બતાવ્યા છે તેમાં પ્રણિધાન એટલે દઢ સંકલ્પ. આ સમિતિ-ગુપ્તિનું પાલન મારે કરવું જ છે. તેમાં જેટલી કચાશ તેટલી ચારિત્રમાં કચાશ આવું પ્રણિધાન હોય તો જ પ્રવૃત્તિ થાય. પ્રણિધાન યુક્ત ચારિત્રાચાર
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૨૩