________________
પ્રભુની ભક્તિ કરવાથી સમતા આવે. સમતાનું બીજું નામ સામાયિક છે. ને યોગમાં તે સમતાનું નામ સમાપત્તિ છે. સમાપત્તિ એટલે પ્રભુ સાથે સંપૂર્ણ એકતા.
ક્યાં આપણે ભૂલ કરી ? આવેલા ચારિત્રમાં આનંદ તો નથી આવતો, પણ આનંદ નથી આવતો તેનું દુ:ખ પણ નથી.
ઘડીયાળ ખોવાઈ ગઈ હોય તો તરત ચિંતા થાય. તેના ઉપાયો કરીએ પણ....સમતા ખોવાઈ ગઈ હોય તો તેની ચિંતા ખરી ? સમતા, સમાધિને રોકનારા વિષયો-કષાયો છે. અનુકૂળ વિષયો મળે ને રાગ થાય છે. પ્રતિકૂળ વિષયો આવે તો દ્વેષ થાય છે. દાળ તો લાવ્યા પણ પાણી-ફોતરા અલગ છે. બનાવનાર ઉપર દ્વેષ આવે. સારી દાળ હોય તો રાગ થાય. આવા રાગ-દ્વેષ ન આવે તે સમતા કહેવાય. ને ઈન્દ્રિયોનો જય કર્યો હોય તો કષાય ન આવે. મનને ચંચળ બનાવનાર આ વિષય-કષાય જ છે.
સારી રીતે સમિતિ પાળવાથી પાંચ ઈન્દ્રિયોનો જય થાય ને ગુપ્તિને પાળવાથી મનનો જય થાય.
ભગવાન ક્યાં છે ? ફૂલની પાંખડીઓમાં સુગંધ રહેલી છે, તેમ હું (ભગવાન) શાસ્ત્ર-પંક્તિઓમાં રહેલો છું. જેઓ મને મળવા ઈચ્છે છે, તેઓ મને શાસ્ત્રમાં જુએ.
ભગવાન આવે તો... બુદ્ધિમાં ભગવાન આવે તો સમ્યજ્ઞાન મળે. હૃદયમાં ભગવાન આવે તો સમ્યગું દર્શન મળે. હાથમાં (કાયામાં) ભગવાન આવે તો સમ્યફચારિત્ર મળે.
૨૩૪ કહ્યું
ક્લાપૂર્ણસૂરિએ