________________
પાલીતાણા
ચૈત્ર વદ-૧૪ ૩-૫-૨૦૦૦, બુધવાર
* આત્માના ગુણો કર્મોથી દબાયેલા છે તે એમને એમ પ્રગટતા નથી. ઘઉં છોડ પર પાકે તેમ રોટલી છોડ પર પાકતી નથી. તેના માટે પુરુષાર્થ કરવો પડે છે તેમ ગુણોને પણ પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરવો પડે. ગુણો ક્યાંય ગયા નથી. આપણી અંદર જ પડ્યા છે. બેંક--બેલેન્સ મોજુદ છે. આપણને તેની જરૂરિયાત લાગી નથી. જેને જરૂર લાગી તે મહાત્માઓએ તેનો ઉપયોગ કર્યો. આપણી પાસે આટલો આનંદનો અને ગુણોનો ખજાનો છે છતાં પુરુષાર્થ કેમ નથી કરતા ? શું અરિહંતનું એ વચન ખોટું છે કે આત્મામાં જ પૂર્ણગુણોનો ખજાનો છે ?
- ભગવાન પોતાના જેવું જ સ્વરૂપ બધા જીવોનું જોઈ રહ્યા છે. આપણી પાસે જ ખજાનો છે છતાં કેમ પ્રયત્ન નથી થતો ? સાંભળ્યું કે પૈસા અહીંથી મળી શકે તેમ છે, પછી તમે રહો ખરા ? તેમ આ વાત સાંભળવા છતાં એ આનંદ અનુભવવાનો વિચાર કેમ નથી આવતો ?
સ્વામી દરિસણ સમો નિમિત્ત લઈ નિર્મળો, જો ઉપાદાન એ શુચિ ન થાશે.” પ્રભુ ! તારું શાસન પામ્યા પછી પણ તમારા જેવો જ મારો
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૨૩૫