________________
પાલીતાણા
ચૈત્ર વદ-૨ ૨૦-૪-૨૦00, ગુરુવાર
* રોગ, શોક, આધિ, ઉપાધિઓને નિવારણ કરવાનું સામર્થ્ય સિદ્ધચક્રમાં છે.
જિનશાસન સિદ્ધચક્રમય છે. માટે જ સિદ્ધચક્રને વર્ષમાં બે વાર યાદ કરીએ જ છીએ. નાનકડા પણ ગામમાં આયંબિલની ઓળીઓ થાય. ત્યાં ગવાતી પૂજાની ઢાળો વગેરે કેટલી રહસ્યપૂર્ણ છે ? તે પર આપણે વિચારણા કરી રહ્યા છીએ. | * પરભવમાં આપણે કેવા બનવાનું છે ? તેની ઝલક આ ભવમાં આપણને મળે છે. કાળીયો કસાઈ નરકમાં જવાનો હતો. એટલે તેને અંત સમયમાં વિષ્ઠાનો લેપ, કાંટાની શયા વગેરે જ ગમવા માંડેલું. નરકની આછેરી આ ઝલક હતી. આપણા આગામી ભવની ઝલક અહીં ક્વી દેખાય છે ? કઈ સંજ્ઞા વધુ જોર કરે છે ? ક્યો કષાય વધુ છે? આહાર સંજ્ઞા વધુ રહેતી હોય તો તિર્યંચગતિની ઝલક સમજવી. મૈથુન સંજ્ઞા માનવીની, ભય સંજ્ઞા નરકની, પરિગ્રહ સંજ્ઞા દેવગતિની ઝલક કહે છે. પણ એની પાછળ રૌદ્રધ્યાન જોડાઈ જાય તો ગતિ બદલાઈ જાય, પરિગ્રહ સંજ્ઞામાં આસક્ત મમ્મણ અને મૈથુન સંજ્ઞામાં આસક્ત બ્રહ્મદત્ત ૭મી નરકે ગયા છે.
સંજ્ઞા એટલે ગાઢ આસક્તિ ! ઊંડા સંસ્કાર ! પ્રભુની કૃપાથી
૧૫૪ જે કહ્યું કલાપૂર્ણસૂરિએ