SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનના ચરણોમાં રહેલા ભક્તને પણ ચિંતા નહિ. * “આતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ; આતમ જ્ઞાને તે ટળે, એમ મન સદહીએ.” બધું જ દુઃખ આત્માના અજ્ઞાનમાંથી પેદા થયેલું છે. એક આત્મ-જ્ઞાન આવી ગયું એટલે સંસારનું બધું જ દુઃખ ટળી ગયું સમજે. ગુરુકૃપા વિના આત્મજ્ઞાન થતું નથી, એમ કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી યોગશાસ્ત્રમાં લખે છે. રોજ બોલાતો આ શ્લોક જ્ઞાન તિમિરાન્ધાનાં’ આ જ વાત કહે છે. તમને બધાને આ શ્લોક આવડતો જ હશે ? ગુરુ ચામડાની આંખ નહિ, પણ વિવેકની આંખ ખોલી આપે છે. * તમે તમારી જાતને જીવ રૂપે તો કદાચ માનો છો, પણ બીજાને પણ જીવરૂપે માનો છો ? ખાલી માનવાથી નહિ ચાલે. તેમના પર તમે કેટલો પ્રેમ કરો છો ? તે પર બધો આધાર છે. તમે જીવ છો, તેમ બીજા પણ જીવ છે, એવું સ્વીકાર્યા વિના તમે ધ્યાન માર્ગમાં કે ભક્તિમાર્ગમાં આગળ વધી શકો નહિ. એથી જ એક જીવ સાથેનો અમૈત્રીભાવ સર્વ જીવ સાથેનો અમૈત્રી-ભાવ છે. એક જીવની હત્યા છ જવનિકાયની હત્યા છે. એ જ રીતે એક તીર્થંકરની ભક્તિ સર્વ તીર્થંકરની ભક્તિ છે. માટે જ એક જીવની રક્ષા જેમ તમને ઉપર ચડાવી દે, તેમ એક જીવની હત્યા તમને નીચે પણ પછાડી દે. * વારંવાર આ વાત ભારપૂર્વક કહું છું : ભગવાન ભલે મોક્ષમાં ગયા, પણ જગતને પવિત્ર બનાવવાની એમની શક્તિ અહીં સતત કાર્યરત છે. આપણું તે તરફ ધ્યાન નથી જતું એ જ આપણી કમનશીબી છે. * સિદ્ધશિલા પર મળનારી મક્તિ તો પછી મળશે. પણ તે પહેલા અહીં જ મળનારી સામીપ્યમુક્તિ આદિ ચાર મુક્તિ તરફ ૪૦૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy