________________
વિ. કહે છે. આ ભિન્નતાનું જ્ઞાન કરાવવાની દિશામાં સહાયક ન બને તે સાચું જ્ઞાન ન કહેવાય. સમ્ય પ્રબોધ ન કહેવાય.
હિનદિમ લિયા', હિતાહિતfમજ્ઞ: યાં ?
હું હિત - અહિતની જાણ બનું, એવી પંચસૂત્રકારની માંગણીમાં વિવેકની જ માંગણી છે.
* માપતુષ મુનિને આવડતું'તું તેનાથી તમને વધુ આવડતું હશે. છતાં માપતુષ મુનિ કેમ પામી ગયા ?
નહિ ચાલતી મોટર ચાલતી મોટરની સાથે બંધાઈ જાય તો ચાલે કે નહિ ?
માષતુષ મુનિની મોટર ગુરુની મોટર સાથે બંધાયેલી હતી.
* પોતાનું હિત કરે તે બીજાનું હિત કરે જ. બીજાનું હિત કરે તે પણ પોતાનું હિત કરે જ. સ્વ અને પરનું હિત અલગ નથી. બન્ને એકબીજાથી સંકળાયેલા છે.
જે દિવસે પરોપકારનું કામ કરવાનું ન મળે તે દિવસે મજા ન આવે ને ?
* હું તો ભૂંગળાના સ્થાને છું. ભૂંગળું બોલતું નથી, કોઈનું બોલેલું માત્ર તમારી સમક્ષ પહોંચાડે છે. હું ભગવાનનું કહેલું માત્ર તમારી પાસે પહોંચાડું છું. અહીં મારું કશું જ નથી.
* પોતાના હિતમાં પ્રવૃત્તિ કરે તે આખા જગતના હિતમાં પ્રવૃત્તિ કરે જ. પોતાનું હિત અન્ય હિતથી જુદું નથી જ.
કેવળજ્ઞાનીઓએ બતાવેલા અનુષ્ઠાનમાં સ્વ-પર હિત ન હોય એવું બને જ નહિ.
* આજે પરિષહો કે ઉપસર્ગો સહવાનું રહ્યું નથી. કામદેવ, આનંદ શ્રાવકની જેમ આપણી પરીક્ષા લેવા કોઈ ઉપસર્ગ કરે તેવું બનતું નથી. કદાચ કોઈ પરીક્ષા કરે તો આપણે ફેલ જ જઈએ.
કદાચ એટલે જ કોઇ દેવ નથી આવતો. પણ એ સિવાયનું શકય એટલું કરીએ છીએ ખરા ? * વિવેક દીપક છે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩