________________
અનંતા ચૌદપૂર્વીઓ નિગોદમાં છે. એ વાત સતત યાદ રહે તો પ્રમાદ શાનો થાય ?
સતત અપ્રમત્ત રહેવું એ જ સાધનાનો સાર છે. જીવનમાં સતત અપ્રમત્ત રહેનારો જ મૃત્યુ સમયે અપ્રમત્ત રહી શકે છે. અપ્રમત્ત અવસ્થા એટલે જાગૃતિમય અવસ્થા ! મૃત્યુ સમયે સંપૂર્ણ જાગૃતિ હોય તો જ મૃત્યુ જીતી શકાય, મૃત્યુમાં સમાધિ રાખી શકાય.
જે મૃત્યુની ક્ષણ ચૂક્યા તો બધું જ ચૂક્યા ! મૃત્યુની ક્ષણે સમાધિ રાખવાની કળા રાધાવેધની કળા કરતાં પણ મુશ્કેલ છે, એ ભૂલશો નહિ.
આજે રાત્રે જ આપણું મૃત્યુ થવાનું હોય તો આપણે એ માટે તૈયાર છીએ ? આજે, અત્યારે જ, મૃત્યુ થાય તો પણ તૈયાર હોય તેને જ મુનિ કહેવાય. મૃત્યુનો શો ભરોસો ? એ ગમે ત્યારે આવી શકે. આવતાં પહેલા એ FAX કે PHONE નહિ કરે. અરે... એના પગલાનો અવાજ પણ નહિ સંભળાય, એ સીધું જ તમારા પર ત્રાટકી પડશે. એવું ઘણીવાર બન્યું પણ છે.
અષાઢાભૂતિ નામના આચાર્ય પોતાના શિષ્યોને જોગ કરાવતા હતા ને રાત્રે અચાનક મૃત્યુ પામ્યા. શિષ્યોને ખબર પડે, એ પહેલા જ દેવ બનેલા તેમણે પોતાના મૃત કલેવરમાં પ્રવેશ કર્યો ને આગાઢ જોગ પૂરા કરાવ્યા. દેવનો જીવ તો જતો રહ્યો, પણ શિષ્યોમાં સંશયના બી વાવતો ગયો. આથી મુંઝાયેલા શિષ્યોએ બધાને વંદન કરવાનું પણ બંધ ! શી ખબર ? કોઈ દેવનો આત્મા પણ હોય ! જેમ આપણા આચાર્યશ્રી હતા. આ મત કેટલોક કાળ ચાલ્યો, પછી કોઈએ તેમને સમજાવતાં એ શિષ્યો સન્માર્ગે આવ્યા. અવ્યક્ત નામનો આ નિફનવ હતો.
તો, મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. ટ્રેન, પ્લેન કે બસનો સમય નિશ્ચિત કહી શકાય, પણ મૃત્યુનો કોઈ સમય નિશ્ચિત નથી. ટ્રેન વગેરેને તો હજુ રોકી શકાય, પણ મૃત્યુને ન રોકી શકાય. ડૉક્ટરનું કોઈ જ ઈજેક્ષન મૃત્યુને ન રોકી શકે. વકીલ કોઈ કેસ સામે સ્ટે ઓર્ડેર આપી તેને સ્થગિત કરી શકે, પણ મૃત્યુને સ્ટે ઓર્ડેર આપીને
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૩૦૩