________________
* એક બાળક સાતમા માળેથી નીચે ગબડે છે, પણ નીચે રહેલા ચાર સમર્થ પુરુષો તેને નળીમાં પકડી લે છે ને તે બચી જાય છે. પછી તેને ગાદલા પર સુવાડે છે.
એક બાળક તે “જીવ.” સાતમા માળેથી પડવું તે “મરણ.” ચાર સમર્થ પુરુષો તે દાનાદિ ૪ ધર્મ [દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખે તેને ધર્મ કહેવાય.] ગાદલો તે સદ્ગતિ.
ધર્મનું કામ જ આ છે : તમને સમાધિ આપી સગતિમાં સ્થાપિત કરે. - ઘણીવાર એવું પણ બને છે : આખી જીંદગી સાધના કરી હોય, પણ છેલ્લી ક્ષણે હારી જવાય. દા.ત. કંડરીક. એક હજાર વર્ષ સંયમ પાળ્યા છતાં છેલ્લા અઢી દિવસના ભયંકર દુર્ગાનથી તેઓ સાતમી નરકે ગયા.
માટે જ મૃત્યુ વખતે સમાધિ પર આટલું જોર આપવામાં આવે છે.
* ભાવિ ઉજ્જવળ બનાવવું હોય તો ભૂતનો વિચાર કરવો પડે. ભૂત તરફ દષ્ટિપાત નહિ કરનાર ભાવિ કદી ઉજ્જવળ બનાવી શકતો નથી.
નિગોદ આપણો ભૂતકાળ છે. નિર્વાણ આપણો ભવિષ્યકાળ છે. નિર્વાણમાં જવું છે, પણ જવાય શી રીતે ?
કયા તેવા કારણો હતા, જેના કારણે અનંતકાળ સુધી નિગોદમાં રહેવું પડ્યું ? એ પણ ઊંડાણથી જોવું જોઈએ.
અજ્ઞાન, મોહ અને પ્રમાદના કારણે આપણે નિગોદમાં રહ્યા. હજુ પ્રમાદમાં રહીશું તો નિગોદમાં જ જવું પડશે.
* આજે પૂ. ઉપા. પ્રીતિવિજયજીની પ્રથમ સ્વર્ગતિથિ છે. ચારિત્ર પર્યાયમાં મારાથી મોટા હતા. મોટા હોવા છતાં મને તેઓ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૫૧