________________
પરમ તપસ્વી પૂ. પદ્મવિજયજી મ.ને પણ છેલ્લે કેન્સર થયેલું. પૂ. પં. ભદ્રંકરવિજયજી મ.ને પણ બિમારી આવેલી.
આપણા જેવાને થાય : આવા પરમ સાધકને આવી બિમારી કેમ ? પણ આપણી દૃષ્ટિ માત્ર ઉપર છલ્લી છે, ઊંડાણનું જોઈ શકતી નથી.
શ્રેણિક મહારાજ જેવા પ્રભુના પરમ ભક્ત, છતાં ગયા નરકમાં ! કર્મસત્તાને છેલ્લે હિસાબ ચૂકતે કરવો છે ને ?
આનાથી એ વાત પણ ફલિત થાય છે કે નિકાચિત કર્મ ક્યારેય પોતાનું ફળ આપ્યા વિના જતા નથી. એ કોઇનોય પક્ષપાત કરતા નથી. માટે જ કર્મ ભોગવતી વખતે નહિ, કર્મ બાંધતી વખતે ચેતવાનું
“બંધ સમય ચિત્ત ચેતીએ રે, ઉદયે શો સંતાપ ?'
- પં. વીરવિજયજી. પ્રશ્ન : ભક્તામરમાં લખ્યું છે : પ્રભુ ! તમારી સ્તવનાથી પાપકર્મો ક્ષીણ થઈ જાય છે તો શ્રેણિકના કર્મો કેમ ખપ્યા નહિ ? શ્રેણિકે તો પ્રભુની પરમ ભક્તિ કરેલી.
ઉત્તર : મેં તમને પહેલા જ કહ્યું : નિકાચિત ન થયેલા કર્મો જ ખપી શકે. નિકાચિત થયેલા ન ખપી શકે. શ્રેણિકના કર્મ નિકાચિત થયેલા હતા.
* અસંતોષ એટલો ભડકે બળી રહ્યો છે કે ગમે તેટલી વિષયોની ઈચ્છા પૂરી કરવામાં આવે, પણ તે પૂરી નહિ થાય, વધતી જ રહેશે. એના પર નિયંત્રણ લગાવવું જ પડશે. વિષયો ભોગવવાથી કાબુમાં નહિ આવે. | * પ્રથમ મિત્રાદષ્ટિમાં અધ્યાત્મના બીજ છે. બીજ બરાબર હશે તો વૃક્ષ ક્યાંય નહિ જાય. પોતાની મેળે તે ઊગશે.
ઘર્મ અને ધર્મીની અનુમોદના તે બીજ છે. એના વિના ઘર્મ હૃદયમાં બદ્ધમૂલ નહિ બને.
૪૦૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ