________________
પૂર્ણપ્રભુ સર્વને પૂર્ણરૂપે જોઈ રહ્યા છે. બીજાને પૂર્ણરૂપે જેવું તે પ્રેમનું ચિહન છે. આત્મ સમ દર્શન તે પ્રેમનું ચિહ્ન છે.
આપણે પૂર્ણ નથી, પણ આત્મસમદર્શન કરી શકીએ. ભલે પૂર્ણરૂપે ન જોઈ શકીએ.
* નવો શિષ્યાદિ પરિવાર આપણું બાહ્ય જીવન જોઇને જ શીખવાનો છે. એટલે આપણે જેવા તેમને બનાવવા માંગતા હોઈએ તેવું જીવવાનું શરૂ કરવું જોઇએ.
* “ગાત્મવત્ સર્વભૂતેલું યઃ પશ્યતિ ત પશ્યતિ |
જે આત્મતુલ્ય નજરે જુએ છે, તે જ સાચા અર્થમાં જુએ છે. બીજા તો છતી આંખે આંધળા છે – એમ જૈનેતર શાસ્ત્રોમાં કહ્યું છે. આ સંદર્ભમાં આપણે દેખતા કે આંધળા ?
* વ્યાખ્યાનની સૌ પ્રથમ જવાબદારી આવેલી ૨૦૧૭૨૦૧૮માં જામનગરમાં. ત્યારે અમે પાંચ ઠાણા હતા. ભણવા માટે જ રહેલા. ત્યારે વ્યાખ્યાનનો પ્રસંગ આવી પડ્યો. મેં નક્કી કરેલું હતું : મને જે ગમે તે સંભળાવવું. મને અધ્યાત્મસાર ગમેલું. એના અધિકારો પર મેં વ્યાખ્યાનો શરૂ કર્યા. કથા માટે કુમારપાળ ચરિત્ર પસંદ કર્યું. ત્યાંના મુખ્ય ટ્રસ્ટી પ્રેમચંદભાઈને વ્યાખ્યાન પસંદ પડ્યું ને ચાતુર્માસ રાખી લીધા. ત્યાં વિમલનાથ ભગવાન હતા.
પછીના ચાતુર્માસમાં વૈરાગ્ય કલ્પલતા તથા ઉત્તરાધ્યયન વાંચ્યું. સામા પક્ષવાળા [એક તિથિવાળા] હોવા છતાં વિનંતિ કરેલી.
આજે આપણું વ્યાખ્યાન માત્ર પરલક્ષી બની ગયું હોય તેમ મને લાગી રહ્યું છે. જીવન કોરું ધાકોર હશે તો વ્યાખ્યાનની કેટલી અસર પડશે ? સમ્યકત્વના તો ઠીક, મિત્રાદષ્ટિના પણ ઠેકાણા હોય તેવું લાગે છે ? આવું બધું ચિંતન પૂ. પં. ભદ્રંકરવિજયજી મહારાજ પાસે ત્રણ વર્ષ રહેવાથી મળેલું.
* પાપ-અકરણનો વિચાર પ્રભુ-કૃપાથી જ આવે. એમની કરુણા-દષ્ટિ વગર આ શક્ય જ નથી.
૧૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ