________________
વાંકી
મહા સુદ-૨ ૭-૨-૨૦૦૦, સોમવાર
* શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘમાં આપણો નંબર પ્રથમ છે એટલે આપણી જવાબદારી વધી જાય છે. એ જવાબદારી પાર પાડવા જીવન ઉચ્ચતમ હોવું જોઇએ, ત્યાગમય, વૈરાગ્યમય અને જયણામય જીવન હોવું જોઈએ, જે જોતાં ચોથો આરો યાદ આવે.
અમારું સદ્ભાગ્ય હતું કે અમને એવું જીવન જોવા મળેલું. પૂ. કનકસૂરિજી, પૂ. દેવવિજયજી, પૂ. રત્નાકરવિજયજી વગેરેને જોતાં ચોથો આરો યાદ આવે.
ઉપદેશ કરતાં જીવન વધુ અસર કરે. ન બોલે છતાં આચાર ઘણી અસર કરે. પૂ. રામચન્દ્રસૂરિ વ્યાખ્યાન આપી દીક્ષિતો તૈયાર કરે, પણ એમનું પાલન કરે પૂ. પ્રેમસૂરિજી; મૌન રહીને.
હજાર શબ્દ બરાબર એક ચિત્ર, એમ કહેવાય છે.
ખરેખર આમ કહેવું જોઇએ : હજાર વ્યાખ્યાન બરાબર એક ચારિત્ર. ચારિત્ર પણ સામે દેખાતું ચિત્ર જ છે ને? જીવંત ચિત્ર છે.
* અસંગ અનુષ્ઠાન સુધી પહોંચાડનાર પ્રીતિ અનુષ્ઠાન છે.
અનાદિકાળથી આપણી પ્રીતિ શરીરાદિ પર છે. હવે તેને પ્રભુ તરફ પરિવર્તિત કરવાની છે. * સર્વ જીવોને આત્મતુલ્ય જોવા તે પ્રેમની નિશાની છે.
કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૧૧