________________
આ બધું વાંચતાં આ કાળમાં પણ આગમ દ્વારા આત્માનું અમૃત મળી શકે છે – એવો વિશ્વાસ તો થાય. આપણે તો એ તરફ જોવાનું જ છોડી દીધું : આ તો ઘોર કલિકાલ છે. એમાં આપણાથી શું થઈ શકે ? -એવું માનીને આપણે બેસી ગયા.
* છરી પાલક સંઘમાં સીધાડા, ફા.સુદ-૫] શરૂ થયેલું. આ આગમ [ચંદાવેજઝય પન્ના] આજે પૂરું થાય છે. ખરેખર તો ત્યારે જ પૂરું થાય જ્યારે એ તદુભયથી આપણા જીવનમાં આવે. સૂત્ર અને અર્થથી તો ગ્રન્થ કદાચ કરીએ છીએ, પણ તદુભયથી નથી કરતા. તદુભાય એટલે તે વસ્તુ જીવનમાં ઊતારવી તે. જો સૂત્ર, અર્થ અને તદુભયથી આગમ આત્મસાત્ ન કરીએ તો જ્ઞાનાચારમાં અતિચાર લાગે, તે જાણો છો ને ?
વાણીઓ કદી મૂડી એમને એમ રાખી ન મૂકે, સતત એને ફેરવ્યા જ કરે. તો જ ધન વધે, તેમ જ્ઞાન પણ ભણીને મૂકી નથી દેવાનું. એને પુનરાવર્તન દ્વારા ફેરવીને વધારવાનું છે, આગળ વધીને તે મુજબ જીવવાનું છે.
પહેલા ક્યાં ઘડીયાળો હતા ? મુનિઓ સ્વાધ્યાય દ્વારા જ સમય જાણી લેતા. આટલી ગાથા થઈ એટલે આટલો સમય થવો જ જોઇએ, એવું તેમને જ્ઞાન હતું. જેમ આજે આપણે જાણીએ છીએ : ૧૨-૧૩ મિનિટ ચાલ્યા એટલે એક કિ.મી.થવો જ જોઈએ; ભલે માઈલસ્ટોન ન પણ હોય.
આગમથી જ આત્મધ્યાનનો ઊઘાડ થશે. ધ્યાનના ખડુગથી જ મોહ-મહાભટ પરાસ્ત થઈ શકશે.
* ધ્યાનક્ષેત્રમાં આગળ વધવાનું મન હોય તેઓ ધ્યાનવિચાર ગ્રન્થ જરૂર વાંચે.
* ધ્યાન માટેની પ્રાથમિક યોગ્યતા છે ? પ્રભુનો પ્રેમ, પ્રભુભક્તિ અને પ્રભુ-આજ્ઞાનું યથાશક્ય પાલન.
આથી જ હરિભદ્રસૂરિજીએ દેશ અને સર્વ વિરતિધરોને જ યોગના સાચા અધિકારી કહ્યા છે. દેશવિરતિધરો પણ યોગના અધિકારી છે. માટે જ ભગવાને
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૪૩