________________
હસ્તગિરિ વૈશાખ વદ-૩ ૨૧-૫-૨૦૦૦
* ત્રણે કાળના સ્વરૂપને જાણનારા ભગવાને સૌનું કલ્યાણ થાય તેવો માર્ગ બતાવ્યો છે. એ માટે લાયકાત જોઈએ. પણ કહું... એ લાયકાત પણ પ્રભુ જ આપે.
* પ્રભુ પર પ્રેમ પ્રગટ્યો જ્યારે કહેવાય ? એમના વચનો, એમનું નામ, એમની મૂર્તિ જોતાં હૃદય નાચી ઊઠે ત્યારે.
પ્રભુનું નામ લઈ ભવ્યાત્માઓ આનંદ પામે. આનંદ આપણા હૃદયમાં પેદા થયો એ ખરું, પણ એ આનંદ આપ્યો કોણે? ભગવાને. પાણીમાં તરસ છીપાવવાની શક્તિ છે. પાણી સિવાય પેટ્રોલ પીઓ તો તરસ છીપે ? થોરનું દૂધ પીઓ તો તરસ છીપે ? તરસ છીપી એમાં તમે જ નહિ, પાણી પણ કારણ છે, એમ લાગે છે? આપણા આનંદનું પરમ કારણ ભગવાન છે, એમ લાગે છે ?
* ભગવાન નામાદિ ચારેયથી સર્વકાળે ને સર્વક્ષેત્રે સર્વ જગતને પાવન બનાવી રહ્યા છે. અમુક જ ક્ષેત્રમાં નહિ, સર્વત્ર. અમુક જ સમયે [ભગવાન વિદ્યમાન હોય ત્યારે જ નહિ નહિ, સર્વ સમયે. આ ધ્યાનથી વાંચજો. ભગવાનની ભગવત્તા કેટલી સક્રિય છે ? એ સમજાશે. હેમચન્દ્રસૂરિજી જેવા એમને એમ ન લખે : “નામISSત્કૃતિદ્રવ્યમાં: '' પવિત્ર આપણે બનીએ છીએ. એ ખરું, પણ પવિત્ર બનાવે
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૮૫