________________
સંબંધ થઈ જવો જોઈએ.
“તું ગતિ તું મતિ આશરો...' આવા શબ્દો ક્યારે નીકળ્યા હશે ? અંદર પ્રભુ-પ્રેમ અસ્થિમજ્જાવત્ બન્યો હશે ત્યારે ને ?
નિદ્રામાં પણ પ્રભુ યાદ આવે, એમના ઉપકારો યાદ આવે ત્યારે સમજવું : હવે મને પ્રભુ-પ્રેમનો રંગ લાગ્યો છે.
ઊંઘમાં પડખું બદલાવતા ઘાથી પૂજનારા આચાર્યના હૃદયમાં પ્રભુ રમી રહ્યા હતા. પ્રભુ અને પ્રભુની આજ્ઞા અલગ નથી.
* ભગવન્! આ નિગોદ સાથે કે એકેન્દ્રિય વગેરે જીવો સાથે અમારે શું લેવા-દેવા ? એ જીવોને અમારે શું લાગે-વળગે ? આવો પ્રશ્ન ભગવાનને પૂછો તો ભગવાન કહે : આ બધા જીવો સાથે તમારે કાંઈ લાગે-વળગે નહિ એમ ન માનો. સકલ જીવો સાથે તમારો સંબંધ છે. જીવાસ્તિકાય રૂપે બધા જ જીવો એક છે. જીવ + અસ્તિ + કાય - આ ત્રણ શબ્દોથી જીવાસ્તિકાય શબ્દ બનેલો છે. જીવ એટલે જીવો, અસ્તિ એટલે પ્રદેશો, કાય એટલે સમૂહ.
કાળના પ્રદેશો નથી, ક્ષણ છે, પણ બે ક્ષણ કદી એકી સાથે મળી શકતી નથી. એક સમય ાય. પછી જ બીજો આવે. અસંખ્ય સમયો એકઠા ન થઈ શકે. જ્યારે જીવો વગેરેના પ્રદેશો સમૂહમાં મળી શકે છે. જીવાસ્તિકાયમાં અનંત જીવોના અનંત આત્મ-પ્રદેશો છે. એમાંથી એક પણ પ્રદેશ ઓછો હોય ત્યાં સુધી જીવાસ્તિકાય ન કહેવાય. એક પૈસો પણ ઓછો હોય ત્યાં સુધી રૂપિયો ન જ કહેવાય. ૯૯ પૈસા જ કહેવાય.
સમગ્ર જીવાસ્તિકાય સાથે કેવો વ્યવહાર કરવો? એ જ સાધુજીવનમાં સમજવાનું છે.
ખબર પડે છે... (૧) આચારથી કુલની (૩) સંભ્રમથી સ્નેહની (૨) શરીરથી ભોજનની (૪) ભાષાથી દેશની
૨૮૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ