SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગ જ ન હોત તો સિદ્ધો કોણ બનશે ? માટે જ અરિહંતો વચ્ચે બિરાજમાન છે. * ધોબીનું કામ એક જ છે : કપડા સાફ કરવાનું. તીર્થંકરોનું કામ એક જ છે : જગતને સાફ કરવાનું. અપવિત્ર જીવોને પવિત્ર બનાવવાનું ! નામ, આકાર, દ્રવ્ય અને ભાવથી ભગવાન સર્વત્ર સર્વદા પવિત્રતાનો સંચાર જગતમાં કરતા રહે છે. શ્રી હેમચન્દ્રસૂરિજીએ કહ્યું છે : “नामाऽऽकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम् ।" * લોગસ્સ [બીજું નામ : નામસ્તવ) થી નામ અરિહંત. અરિહંત ચેઈઆણં” થી સ્થાપના અરિહંત જે અ અઈઆ સિદ્ધા” થી દ્રવ્ય અરિહંત સવનૂર્ણ સવદરિસિણ” થી ભાવ અરિહંતની સ્તુતિ થયેલી છે. મનગમતી ચીજ સાંભળતાં જ હૃદય નાચવા લાગે છે ને? તેમ પ્રભુનું નામ સાંભળતાં જ હૃદય નાચે છે ? ન નાચતું હોય તો સમજવું ઃ હજુ પ્રભુ ગમ્યા નથી. પ્રભુ ગમે તેને પ્રભુના નામ-મૂર્તિ વગેરે પણ ગમે જ. “મારો સાધુ સંસાર છોડી સંયમજીવન જીવે ને પછી કાંઈ ન મેળવે એમ કેમ ચાલે ?' એવી ભગવાનની કરુણા છે. આથી જ એમણે શાસ્ત્રની રચના કરી છે. અહીંથી માંડીને મોક્ષ સુધી જેટલા પણ ગુણો જોઈતા હોય તે બધા જ આ શાસનમાંથી મળી શકશે, એવી શાસ્ત્રકારો ગેરંટી આપે છે. ભગવાન જગતના નાથ છે તો આપણા નાથ કેમ ન હોય ? નાથ એમને જ કહેવાય, જે અપ્રાપ્ય ભૂમિકા મેળવી આપે ને પ્રાપ્ત ભૂમિકાને વધુ સ્થિર બનાવી આપે. આ ભગવાન સાથે માતા-પિતા, બંધુ વગેરે કરતાં પણ ગાઢ કહું કલાપૂરિએ જ ૨૮૩
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy