________________
* કર્મની દૃષ્ટિએ જુઓ તો જગત વિષમ છે. આત્મ-દષ્ટિએ જુઓ તો જગત સચ્ચિદાનંદમય છે.
સિદ્ધગિરિમાં આવીને આત્મદષ્ટિ કેળવવાની છે. કર્મ-દષ્ટિથી વિષમતા ઘણીવાર જોઈ. હવે સચ્ચિદાનંદમય જગત જોવાનું છે.
ભગવાન આપણને સચ્ચિદાનંદમયરૂપે જુએ છે, પણ આપણે જ આપણને સચ્ચિદાનંદમય રૂપે નથી જોતા ! આપણા ખજાનાની આપણને જ ખબર નથી ! .
* ગૌતમ સ્વામીને કદી વિચાર નથી આવ્યો : બીજા બધા કૈવલ્ય પામી ગયા. હું રહી ગયો. પણ હંમેશા વિચારતા : પ્રભુની મૂડી એ મારી જ મૂડી છે ને ! મારે શી ચિંતા ? સમર્પિત પુત્રને વિશ્વાસ હોય છે : બાપની મૂડી તે મારી જ મૂડી છે. સમર્પિત શિષ્યને પણ વિશ્વાસ હોય છે : ગુરુની મૂડી તે મારી જ મૂડી છે.
તમને આવો વિશ્વાસ છે ? પ્રભુના ખરા ભક્તને આવો વિશ્વાસ હોય છે.
* શ્રાવકો પ્રભુ પાસે નૈવેદ્યાદિ લઈ જાય, તમે પ્રભુ પાસે શું લઈને જાવ છો ? ભક્તિનું ભેટયું લઈને પ્રભુ પાસે જવાનું છે !
સામાન્ય શ્રીમંતના ઘેર તમે જાવ તો પણ તે સાવ ખાલી હાથે તમને પાછા ન મોકલે. તો ભગવાન તમને ખાલી હાથે શી રીતે મોકલે ?
તમે ભક્તિનું ભેટશું આપો એટલે પ્રભુ તરફથી સમક્તિની ભેટ મળે જ. - ભક્તિ વધતી જાય તેમ તેમ આત્માની શક્તિ વધતી જાય, આત્મા સાથે એકતા વધતી જાય.
ભક્તિ વધે તેમ આત્માનુભૂતિની શક્તિ વધે. આત્માનુભૂતિ થઈ ગઈ હોય તો વધુ નિર્મળ બને, આટલું તમે નોંધી રાખજો.
ક્રોડો રત્નોના માલિક શેઠ બહારગામ ગયેલા. ત્યારે ઉતાવળીયા પુત્રોએ રત્નો વેંચી માર્યા ! પાણીના ભાવે વેચી માર્યા ! પિતા ખિન્ન થઈ ગયા !
૨૪૪ જે કહ્યું કલાપૂર્ણસૂરિએ