________________
બને મુનિ એક સમાન દેવલોકમાં ગયા. પણ એક ઇન્દ્ર જેવો - સામાનિક દેવ બન્યો. જ્યારે બીજો અલ્પઋદ્ધિવાળો સેવક દેવ [કિલ્બીષિક બન્યો. આનું કારણ શું ? સાધનામાં તફાવત !
આપણી હીન સાધના ઉચ્ચગતિમાં લઇ જશે, એવા ભ્રમમાં રહેશો નહિ.
* સતત શુભધ્યાન કદાચ આપણે ન રાખી શકીએ, પણ સતત શુભ લેશ્યા જરૂર રાખી શકીએ. ધ્યાન તો અન્તર્મુહૂર્ત સુધી જ રહે, પણ લેશ્યા સતત રહે.
ધ્યાન ચાર જ છે. જ્યારે લેશ્યા છ છે. અશુભધ્યાનથી અશુભ લેશ્યા પ્રબળ બને. શુભ ધ્યાનથી શુભ લેશ્યા પ્રબળ બને. ધ્યાન દ્વારા શુભ લેશ્યાને પ્રબળ બનાવવાની છે.
શુભ ધ્યાન અને શુભ લેગ્યામાં પ્રયત્ન નહિ કરીએ તો અશુભ ધ્યાન અને અશુભ લેશ્યા તો ચાલુ જ છે.
લેશ્યા ૧૩મા ગુણઠાણે જાય, પણ ધ્યાન ૧૪મા ગુણઠાણા સુધી રહે. * ઋષાયા સાર્વત્તિ, યવક્ષાજ્યાદ્રિતાડિતાઃ | तावदात्मैव शुद्धोऽयं भजते परमात्मताम् ॥
- યોગસાર ક્ષમા આદિથી કષાયાદિને જેમ જેમ હટાવતા જાવ તેમ તેમ ધ્યાન અને લેણ્યા શુભ થતા જાય. ક્ષમા વગેરે વધતા જાય તેમ તેમ ક્રોધાધિ હટતા જાય, વીર યોદ્ધો બાણોનો મારો ચલાવતો જાય ને શત્રુસૈન્ય ખસતું જાય તેમ.
ભગવાનનું પ્રતિબિંબ તમારા મન પર પડે, પણ ક્યારે ? મલિન નહિ, નિર્મળ મન પર પડે. મનને શુભ્ર બનાવવા કષાયાદિ હટાવવા જરૂરી છે.
આપણે કષાયોને હટાવવા પ્રયત્ન કરીએ, પણ કષાયો એમ આપણને શાના છોડે ? ફરી તેઓ એકઠા થઈને હુમલો કરે. ચેતના
કહ્યું કલાપૂર્ણસૂરિએ જે ૧૫૦