________________
કેવળજ્ઞાની પણ આ રીતે ઉત્સર્ગ ભાવસેવાથી સિદ્ધોનો વિનય કરે છે. ૧૪મા ગુણઠાણે રહેલા અયોગી કેવળી પણ એવંભૂત નયથી ઉત્સર્ગ ભાવસેવા કરે છે. આ પદાર્થો બૃહત્કલ્પભાષ્યના છે.
- એમ પૂ. દેવચન્દ્રજી કહે છે. * * દૂધમાં રહેલું પાણી “દૂધ' કહેવાય. તેમ પ્રભુના ધ્યાનમાં રહેલાને “પ્રભુ' કહેવાય, અમુક અપેક્ષાએ.
* લીધેલી પ્રતિજ્ઞાનું યથાવત્ પાલન ન કરીએ તો લગભગ ચારેય અદત્ત લાગે. દા. ત. હિંસા કરી.
ભગવાને ના પાડી છે માટે તીર્થકર અદત્ત, ગુરુએ ના પાડી છે માટે ગુરુ અદત્ત, માલિકે રજા નથી આપી માટે સ્વામી અદત્ત, જીવે સ્વયં મારવાની રજા નથી આપી માટે જીવ અદત્ત. - આમ ચારેય અદત્ત લાગે.
પાંચ નમસ્કાર
(૧) પ્રહાસ નમસ્કાર ઃ મજાકથી કે ઈર્ષાથી નમસ્કાર
કરવા તે. (૨) વિનય-નમસ્કાર ઃ માતા-પિતાદિને વિનયથી નમવું. (૩) પ્રેમ નમસ્કાર : મિત્રાદિને પ્રેમથી નમવું. (૪) પ્રભુ નમસ્કારઃ સત્તાદિના કારણે રાજદિને નમવું. (૫) ભાવ નમસ્કાર : મોક્ષ માટે દેવ-ગુરુ આદિને
નમવું.
૦૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ