________________
* કોઈપણ કાર્યમાં પ્રવૃત્તિશીલ બનો એટલે વિઘ્ન આવવાના જ. એમાં પણ શુભકાર્યમાં ખાસ વિપ્ન આવે. તમે વિનય શરૂ કરો એટલે વિઘ્નો આવવાના જ. એ વિઘ્નો પાર કરીને જો તમે વિનયની સિદ્ધિ મેળવી લો તો વિનયનો નિગ્રહ થઈ ગયો કહેવાય. ક્ષમા વિગેરે ગુણના નિગ્રહ માટે પણ આવું જ સમજવું.
- આવા વિનયને કદી છોડતા નહિ. જે ક્ષણે તમે વિનય છોડો છો, એ જ ક્ષણે મોક્ષનો માર્ગ છોડી દો છો, એટલું નક્કી માનજો. અવિનયથી ભરેલો બધો જ સમય આપણને સતત ઉન્માર્ગે લઈ જાય છે, એટલું ધ્યાનમાં રહે.
* આ કાળમાં આપણી બુદ્ધિ ઓછી છે. ભણવાનું ખૂબ છે. પૂરું ભણી શકાતું નથી. ભણાયેલું હોય તે યાદ રહેતું નથી. તો પછી કર્મની નિર્જરા શી રીતે થશે ? - એમ ચિંતા નહિ કરતા. અલ્પશ્રુતવાળો પણ વિનય દ્વારા કર્મની વિપુલ નિર્જરા કરી શકે છે. ચંડરુદ્રાચાર્યના શિષ્ય અને માષતુષ મુનિ આના ઉદાહરણ છે.
માથે દાંડા પડ્યા છતાં ચંડરુદ્રાચાર્યના શિષ્ય વિનયગુણ છોડ્યો નહિ. આ વિનયગુણની સિદ્ધિ થઇ કહેવાય. આ જન્મમાં ભલે તે માટેની સાધના નથી દેખાતી, પણ તેઓ પૂર્વજન્મમાં તેઓ ચોક્કસ સાધના કરીને આવ્યા હશે !
* ગુરુ શિષ્યના દોષો જાણે છતાં કહી શકે નહિ. કહે તો મીઠા શબ્દોમાં જ કહે, આવી સ્થિતિ શિષ્યમાં વિનયની ગેરહાજરી કહે છે.
વિનય કરવામાં સૌથી વધુ કષ્ટ, કાયા, વચનને નહિ, પણ મનને પડે છે. મનમાં ઠાંસી ઠાંસીને જે અહં ભરેલો છે, તેના પર ચોટ લાગે છે.
અવિનયનો અભ્યાસ અનાદિનો છે. એના કુસંસ્કારો જલ્દી ન જાય, માટે વિનય દ્વારા અવિનયના સંસ્કારો જીતવાના છે.
* પૂ. દેવચન્દ્રજીએ સાત ઉત્સર્ગ ભાવ - સેવા અને સાત અપવાદ ભાવ સેવા બતાવી છે. અહીં અપવાદનો અર્થ કારણ અને ઉત્સર્ગનો કાર્ય અર્થ કરવો.
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૦૧