________________
વ્યાકુળ ન બને.
મૃત્યુ માટે કોઈ ટાઇમ નથી, એ ક્યારે પણ આવી શકે. એ આવતાં પહેલા તાર, PHONE કે FAX કરતું નથી. ૨૪ કલાકમાંથી ગમે ત્યારે આવી શકે.છે. માટે જ ચોવીશે કલાક તૈયાર રહેવાનું છે. રોગ કે ઘડપણ ન આવે તે બની શકે, પણ મૃત્યુ ન આવે તે બની શકે ? જે આવવાનું જ છે, તેનાથી શું ડરવાનું ? શું રડવાનું ? એ માટે તો સંપૂર્ણ સજ્જ બનીને ટ્ટાર ઊભા રહેવાનું છે.
શાસ્ત્રકારોએ જીવવું કેમ ? તે બતાવ્યું તેમ મરવું કેમ ? તે પણ શીખવાડ્યું છે. મોટા ભાગે જીવન સારું હોય તેનું મૃત્યુ સારું જ થવાનું. પણ તોય ભરોસામાં ન રહેવું. સદા સાવધ રહેનારો જ મૃત્યુને જીતી શકે છે.
નિદાન વગરનો, શલ્ય વગરનો આત્મા જ મૃત્યુને જીતી શકે. જો તમે પ્રાર્થો : મને સ્વર્ગ મળે કે રાજ્ય મળે.’ તો તમે મૃત્યુ સમયે હારી જશો. જો હૃદયમાં શલ્ય પડ્યું હશે તો હારી જશો.
જો કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થાન કે કાળમાં આસક્તિ હશે તો તમે હારી જશો. નાની પણ આસક્તિ તમને ડૂબાડી દેશે.
પ્રભુ સિવાય કાંઈ યાદ રાખવા જેવું નથી, જોવા જેવું નથી, સાથે લઈ જવા જેવું નથી.
પ્રભુનો સંબંધ એવો ગાઢ બનાવો કે એ ભવાંતરમાં પણ સાથે ચાલે. પ્રભુ જ માતા-પિતા-નેતા-દેવ-ગુરુ વગેરે છે. એમ હૃદયથી સ્વીકારો. તમે સમર્પિત થશો તો પ્રભુ અવશ્ય રક્ષણ કરશે.
મા પોતાના બાળકને ન ભૂલે તો ભગવાન ભક્તને શી રીતે ભૂલી શકે ?
આ શરણાગતિનું કવચ પહેરીને તમે મૃત્યુના રણ-મેદાનમાં કૂદી પડો. જીત અવશ્ય તમારી છે.
પીનોઢું પાપ પંòન, हीनोऽहं गुणसम्पदा 1 दीनोऽहं तावकीनोऽहं मीनोऽहं त्वद्गुणाम्बुधौ ॥”
પ્રભુ ! હું ભલે પાપના કાદવથી પીન છું, ગુણથી હીન છું
૨૬૬ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ