________________
ગ્રંથો ભલે કંઠસ્થ કર્યા, પણ ટક્યા તે જ, જેના અર્થો સમજયા, ભાવિત બનાવ્યા કે જેનું પુનઃ પુન : પુનરાવર્તન કર્યું. આમાંના મોટા ભાગના શ્લોકો વિસ્મૃત થઈ ગયા છે. હા, દેવચન્દ્રજી આદિની ત્રણ ચોવીશી આજે પણ કંઠસ્થ છે, વાચનામાં કે વ્યાખ્યાનમાં જે સમજાવું છું તે શ્લોક કંઠસ્થ છે. ટૂંકમાં એટલું જ કે જે બીજાને આપીએ તે જ ટકે.
* વિનિયોગથી જ ગુણો ટકે. સમતા માટે હું કહું છતાં તમારામાં સમતા ન આવે તો મારે સમજવું : મારામાં સમતાની સિદ્ધિ થઈ નથી. સિદ્ધિનો આ જ નિયમ છે : બીજામાં આપણે ઊતારી શકીએ.
* ગૃહસ્થોને આપણે કહીએ છીએ : નામનાની કામના ન જોઈએ. તો આપણને આ ઉપદેશ ન લાગે ? આપણને નામનાની કામના હોય તો શું સમજવું ?
* કચરામાં પડેલી દોરા વગરની સોય મળે નહિ, ખોવાઈ જાય. તેમ સૂત્ર વિનાના અર્થો મગજમાંથી ખોવાઈ જાય છે, એમ શાસ્ત્ર કહે છે.
[ ગાથા - ૮૩. ] * આ હું નથી બોલતો. ભગવાન જ બોલે છે. બોલનાર હું કોણ ? જે ભગવાન આ બોલાવે છે, તે ભગવાનના જ ચરણોમાં આ બધું સમર્પિત કરું છું.
• વિદેશ પ્રવાસે જતા રાજા પાસેથી પ્રથમ ત્રણ રાણીઓએ ઝાંઝર, કડું અને હાર મંગાવ્યા. ચોથી : “મને તો આપની જ જરૂર છે. બીજું કાંઈ ન જોઈએ.” ત્રણને તેટલું જ મળ્યું. ચોથીને રાજા મળ્યા, એટલે કે બધું જ મળ્યું.
તમે પ્રભુ પાસેથી માંગશો કે પ્રભુને જ માંગશો ? મોટી માંગણીમાં નાની માંગણીઓ સમાઈ જાય છે, તે ભૂલશો નહિ.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૧