________________
૬ + ૮ = ૧૪. ૮+૬ = ૧૪. નવકાર ૧૪ પૂર્વનો સાર છે તો કરેમિ ભંતે ૧૪ પૂર્વનો સંક્ષેપ છે. દૂધમાંથી ઘી બને તે દૂધનો સાર છે, માવો બને તે સંક્ષેપ છે. સાર અને સંક્ષેપમાં આ ફરક છે.
* આપણું વચન ક્યારેક કોઈના દ્વારા આદેય ન બને તો સમજવું : આપણો તેની સાથે ઋણાનુબંધ નથી. તે માટે ખોટી હાયવોય ન કરતાં કર્મની વિચિત્ર પરિસ્થિતિ વિચારવી. ભગવાનની વાત ન માનત, પણ પેલા ખેડુતે ગૌતમ સ્વામીની વાત માની. ભગવાનને જોઈને તો પેલો ભાગી જ ગયેલો. કારણ કે સિંહના ભવના સંસ્કારો હજુ સુધી ચાલુ હતા. ત્રિપૃષ્ઠના ભવમાં ભગવાને સિંહને ચીરેલો. ત્યારે ગૌતમ સ્વામીનો જીવ સારથિ હતો.
ભગવાનને પણ કર્મો ન છોડે તો આપણને છોડશે ? * नाणं पयासगं सोहओ तवो, संजमो य गुत्तिकरो ।
तिण्डंपि समाओगे मोक्खो जिणसासणे भणिओ ॥८०॥
જ્ઞાન પ્રકાશક છે. તપ શુદ્ધિ કરનાર છે. સંયમ ગુપ્તિ કરનાર છે. ત્રણેયના યોગથી જ મોક્ષ મળી શકે.
બંધ અંધારીયા મકાનમાં પહેલા અજવાળું કરવાનું હોય [જ્ઞાન] પછી ઝાડૂથી સફાઈ કરવાની હોય [૫] બહારથી આંધી આવતી રોકવા બારી બંધ કરવાની હોય [સંયમ] આત્મઘરની શુદ્ધિ આ જ રીતે થઈ શકે.
* આત્મઘરની શુદ્ધિમાં સૌ પ્રથમ જ્ઞાનનો પ્રકાશ જોઈએ. બહુશ્રુત જ્ઞાની ગીતાર્થ ચન્દ્ર જેવા હોય છે, જેમનું મુખ જોવા લોકો ઉત્સુક રહે છે. ચન્દ્રમાંથી ચાંદની નીકળે તેમ બહુશ્રુતના મુખમાંથી જિનવચન નીકળે છે.
* ઘણા શ્લોકો મેં કંઠસ્થ કરેલા છે. અભિધાન ચિંતામણિના ચુંટેલા ૮૦૦ શ્લોક કંઠસ્થ કર્યા છે, વ્યાકરણ, હૈમ લઘુ પ્રક્રિયા, ધાતુપાઠ વગેરે કંઠસ્થ કર્યા છે. ન્યાયના અભ્યાસ માટે પણ બે વર્ષ કાઢ્યા. પ્રમાણનય તત્ત્વાલોકાલંકાર અવચૂરિ સાથે કંઠસ્થ કર્યો. પછી રત્નાકરાવતારિકા વાંચી. ષદર્શન સમુચ્ચય, સ્યાદ્વાદમંજરી પણ વાંચેલી છે. પછી આગમોમાં પ્રવેશ કર્યો.
૧૦૦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ