________________
રાજેન્દ્રધામ.
ચૈત્ર સુદ-૨ દ-૪-૨૦૦૦, ગુરુવાર
* આપણું કામ થઈ ગયું એટલે પત્યું! આપણે એમ માનીએ. પણ ભગવાન જગતના સર્વ જીવો પરમ સુખ ન પામે ત્યાં સુધી કામને અધૂરું માને. કારણ કે તેઓ સર્વાત્મવ્યાપી છે. સર્વ જીવોના દુઃખનું સંવેદન એમણે સ્વમાં કર્યું છે.
આ દુઃખોનું સંવેદન આપણે પણ કરીએ, આપણે પણ સર્વમાં સ્વને જોવાની દષ્ટિ કેળવીએ, એ માટે જ છજીવનિકાયાદિનું દશવૈકાલિક, જીવવિચાર આદિ દ્વારા પરિજ્ઞાન આપવામાં આવે છે.
દશવૈકાલિકમાં એક સરસ શ્લોક આવે છે ? _ 'सव्वभूयप्पभूयस्स सम्मं भूआई पासओ ।
पिहिआसवस्स दंतस्स पावं कम्मं न बंधइ ॥'
સર્વ જીવોને આત્મ સમાન ગણનાર, જીવોને સમ્યમ્ રીતે જોનાર, આશ્રવ રોકનાર અને દમન કરનાર સાધકને પાપકર્મ બંધાતા નથી.
* નવકારમાં ૧૪ પૂર્વનો સાર આવી ગયો માટે બીજા કોઈ સૂત્રની જરૂર નથી, એવું નથી. નવકાર જીવનમાં ઊતારવા સમતા જોઈએ. સમતા સામાયિકમાટે “કરેમિ ભંતે' સૂત્ર છે. નવકારના ૬૮ અક્ષરો ઉલ્ટાવો ૮૬ થશે. કરેમિ ભંતે સૂત્રના ૮૬ અક્ષરો છે.
કહ્યું ક્લાપૂર્ણસૂરિએ ૯