________________
ધ્યાન વિના શી રીતે મળી શકે ?
અત્યારના આપણા ગુણઠાણા માત્ર વ્યવહારથી સમજવા. નાટકમાં નટ રાજા બને કે લડાઈ જીતે, તેથી કાંઇ સાચા અર્થમાં વિજેતા રાજા બની શક્તો નથી, તેમ માત્ર વસ્ત્રો પહેરવાથી વાસ્તવિક ગુણઠાણું આવી શક્યું નથી.
* સં. ૨૦૨૫માં અમદાવાદ ચોમાસું. વડીલ પૂ. દેવેન્દ્રસૂરિજી હતા એટલે વસતિની જવાબદારી ન્હોતી. પૂ.પં.મુક્તિવિજયજી મ. [ પાછળથી આચાર્ય ] ત્યાં ચાતુર્માસ હતા. સવારે વ્યાખ્યાન આપી, એકાસણું કરી હું ત્યાં ભણવા પહોંચી જતો. ઘણીવાર તો ૩-૪ કે - કલાક પણ ત્યાં જ રહી જતો.
ઘણીવાર તો તેઓ સ્વયં લેવા મારી સામે આવતા. આમ ઘણાની પાસે ગયો છું, એકઠું કર્યું છે. એ બધા મહાત્માઓનો ઉપકાર
છે.
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ: તત્ત્વાર્થના આ પ્રથમ સૂત્રમાં નવકાર છૂપાયેલો છે. ચાલો, આપણે શોધીએ. “માર્ગઃ પદથી અરિહંત (‘મગ્ગો’ અરિહંતનું વિશેષણ
છે.)
મોક્ષથી સિદ્ધ ભગવંતો “ચારિત્ર'થી આચાર પાલક-પ્રચારક આચાર્ય ભગવંતો “જ્ઞાન”થી જ્ઞાનદાતા ઉપાધ્યાય ભગવંતો ‘દર્શન'થી શ્રદ્ધાપૂર્વક સંસાર ત્યાગ કરતા મુનિઓ સમ્યથી ભક્તિપૂર્વકનો નમસ્કાર (નમક) સૂચિત થાય છે.
૯૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ