________________
વખત ખાઈ-પીને કરો એટલે ખબર પડી જશે.
જે દિવસે ખાવા-પીવાનું ન હોય તે દિવસે સ્વાભાવિક રીતે જ આત્મ શક્તિ વૃદ્ધિગત હોય. માટે જ ઉપવાસ ઘરનું ઘર
આયંબિલ મિત્રનું ઘર
વિગઈ શત્રુનું ઘર ગણાયું છે. * લશ્કરના જવાનોને ટ્રેનીંગ અપાય છે : કેવી રીતે શત્રુ પર હુમલા કરવા ? કેવી રીતે શત્રુના હુમલા ખાળવા ? તે રીતે અહીં પણ બાહ્ય-આત્યંતર તપ દ્વારા કર્મોની સામે લડાઈ કરવાની તાલીમ અપાય છે.
જો વહેલામાં વહેલું મોક્ષે જવું હોય તો આ તાલીમ લેવી જ રહી.
બની શકે તો ત્રણ જ ભવમાં મોક્ષે જજો. મધ્યમ રીતે પાંચ ભવમાં મોક્ષે જજો. તે પણ ન બને તો આઠ ભવમાં મોક્ષે જજો.
પણ આઠથી વધુ ભવ નહિ કરતા. બહુ થયું. બહુ સંસારમાં ભમ્યા. આ રીતે આરાધના કરનાર ત્રણ જ ભવમાં મોક્ષે જાય, એમ શાસ્ત્રકાર અહીં ફરમાવે છે. [ગાથા-૯૮]
જ્ઞાનની વાત પૂરી થઈ. હવે ચારિત્રની વાત શાસ્ત્રકાર કહે
છે.
ચારિત્રની આરાધના સુખપૂર્વક કરી શકીએ માટે જ શ્રી સંઘ આપણને આટલી સુવિધા કરી આપે છે. આટલા હોલ વગેરેમાં રહેવાનું ભાડું કેટલું આવે ? તે પૂછી લેજો.
ચારિત્ર ગુણ મેળવવો હોય તો સૌ પ્રથમ હૃદયપૂર્વક તેની [ચારિત્ર ગુણની] પ્રશંસા થવી જોઇએ.
ધન્ય છે ચારિત્ર ! ધન્ય છે ચારિત્ર પાળનારા ! એમ હૃદયમાં શુભ ભાવોની ઉર્મિ ઊઠવી જોઈએ.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૮૧