________________
ભગવાન પણ તમને ધન્યવાદ આપે, જો તમે ધર્મ તરફ એકાદ ડગલું પણ ભરો !
* અહીં દાદા એમને એમ દર્શન નથી આપતા. પૂરી પરીક્ષા લઈને જ આપે. ૧ કલાક જવામાં ને ૧ કલાક આવવામાં લાગે. આટલી મહેનત પછી ભગવાનના દર્શન મળતા હોય ત્યાં હૃદય કેવું નાચે ? ભગવાનની શાંત રસભરી મૂર્તિ જોઈ હૃદય નાચી ઊઠે છે ને ?
ભગવાન પાસે હૃદય ઠાલવો. અત્યંત સરળ બની હૃદયની વાત કરજો.
ભગવાન બોલવા તૈયાર હોય છે, બોલી જ રહ્યા હોય છે, પણ ભગવાનની ભાષા આપણે સમજતા નથી. મને તો ઘણીવાર અનુભવ થાય છે. ભક્તિ પરમ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે ભગવાનનું મૌલિક દર્શન થાય. ભગવાન મળવા માંગતા હોય, ભેટવા માંગતા હોય તેવું લાગે, પણ આ માટે તમારી પાસે ભક્તનું હૃદય જોઈએ. તાર્કિક હૃદયનું અહીં કામ નથી.
તમે રોજ દાદા પાસે જાવ છો, રોજ કંઈક તો માંગતા જ જજો. “ભગવન્! મને ક્રોધ સતાવે છે. માયા સતાવે છે.” વગેરે પ્રાર્થના કરો. એ પ્રાર્થનામાં જેટલા વધુ આંસુ આવશે તેટલી વધુ કર્મ-નિર્જરા થશે.
* જેટલી આપણી દુનિયામાં નિંદા-ટીકા થાય, તેટલી વધુ કર્મ-નિર્જરા થશે.
* ““સ્વપ્રશંસા સાંભળીને નારાજ થાય, સ્વ નિંદા સાંભળીને રાજી થાય.” આવી મનઃ સ્થિતિ થાય ત્યારે સમજવું : હવે સાધના જામી છે. એમ અધ્યાત્મ કલ્પદ્રુમમાં મુનિસુંદરસૂરિજીએ કહ્યું છે.
* જીવલેણ ઉપસર્ગો કરનાર પ્રત્યે પણ ક્ષમા રાખનાર પૂર્વર્ષિઓ યાદ આવે તો ગુનેગાર તરફ કદી ગુસ્સો નહિ આવે !
* બહારનું યુદ્ધ તો ક્યારેક જ આવે. એ યુદ્ધ ન થાય એમાં જ ભલું છે. પણ આપણું અંતરંગ યુધ્ધ સતત ચાલુ છે. ક્રોધ, માન, માયાદિના સંસ્કારો સામે સતત આપણે લડતા રહેવાનું છે ને વિજેતા
૧૮૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ