________________
કે મન ચપળ છે. પ્રમાદ તો અંદર હતો જ. પૂજા કરતાં એની ખબર પડી. .... તો હવે કરવું શું ?
માળા ગણતાં-ગણતાં જ ક્યારેક મન સ્થિર થશે. માળા ફેરવવાથી પણ મન સ્થિર ન થયું તો ન ફેરવવાથી સ્થિર થઈ જશે ? દુકાન ખુલ્લી રાખવાથી પણ પૈસા ન કમાયા તો દુકાન બંધ રાખવાથી પૈસા કમાઈ જશો? દુકાન ખુલ્લી રાખો. ક્યારેક કમાઈ શકશો. માળા ગણતા રહો. ધર્મક્રિયા કરતા રહો. ક્યારેક મન સ્થિર થશે.
બાકી, મન જો એમ બધાનું સ્થિર થઈ શકતું હોત તો આનંદઘનજી જેવા “મનડું કિમહી ન બાજે હો કુંથુજિન !
મનડું કિમહી ન બાજે' એમ ન બોલે. મનની ચાર અવસ્થામાં પહેલી અવસ્થા વિક્ષિપ્ત છે. પ્રારંભમાં મન વિક્ષિપ્ત જ હોય. પછી જ યાતાયાત [સ્થિર-અસ્થિર થયા કરે તેવી સ્થિતિ] માં આવે ને ત્યારબાદ જ સુશ્લિષ્ટ અને સુલીન બને. આપણે સીધા જ સુલીન અવસ્થામાં કૂદકો મારવા માંગીએ છીએ. સીધો જ ચોથો માળ બાંધવા માંગીએ છીએ; પાયો નાખ્યા વિના જ !
પચ્ચકખાણ, તપ, પૂજા વગેરે કાંઈ જ કરવું નહિ ને સીધી નિશ્ચયની વાતો કર્યા કરવી આત્મવંચના છે.
હું નાનો હતો. પૂ. આ. કેસરસૂરિજી કૃત એક પુસ્તક આવ્યું. પુસ્તક સુંદર હતું. એમાં નિશ્ચયનયની વાતો હતી. મારા મામા સાથે આવતા એક ભાઈ રોજ બોલ્યા કરે :
“મેં વિદ્વાનં માત્મા હૂં | मुझे परद्रव्य से कोई लेना-देना नहीं ।
परभाव का मैं कर्ता-भोक्ता नहीं हूं ।" આમ બોલ-બોલ કરે, પણ જીવનમાં કાંઈ નહિ !
આવો કોરો નિશ્ચય તારી ન શકે. એ માત્ર તમારા પ્રમાદને પોષી શકે. પ્રમાદ-પોષક નિશ્ચયથી હંમેશા સાવધાન રહેજો. * મારવાડમાં એક માજી સામાયિક કરતા'તા. બારણા ખુલ્લા
૩૦૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ