________________
ઉપાદાન અને નિમિત્ત-આ બે કારણમાં ઉપાદાન કારણ આપણો આત્મા છે. પુષ્ટ નિમિત્ત પરમાત્મા છે.
ગિરિરાજ જેવું પુષ્ટ નિમિત્ત પામીને આપણે આત્માને પાવન બનાવવાનો છે. ક્ષયોપશમ ભાવના સહારે ક્ષાયિકભાવ તરફ આગળ વધવાનું છે.
ગિરિરાજની છાયામાં આવ્યા છો તો નક્કી કરો : આ જીભથી મારે કોઈની નિંદા નથી કરવી.
પૂજ્ય આ. શ્રી યશોવિજયસૂરિજી : [ચાતુર્માસ : વાવપથક]
અમદાવાદથી અમે અહીં આવતા હતા ત્યારે ઘણા પૂછાતા : પાલીતાણા તમે બધા શા માટે જાવ છો ? એ બધાને હું શું જવાબ આપું ? અહીં આવવાનું પ્રયોજન હું શું બતાવું ? જે દાદા બધાને બોલાવી રહ્યા છે એ જાણે.
આ દાદાનો પ્રભાવ જુઓ. એમની ગોદમાં અમે સૌ એકઠા થયા, એ જ એમનો પહેલો પ્રભાવ.
અહીં તો બધે પરમાત્મા જ છે. અનેકરૂપે પરમાત્મા છવાયેલા છે અહીં : તળેટીએ અરૂપ પરમાત્મા.
મંદિરોમાં રૂપ પરમાત્મા. ઉપાશ્રયોમાં વેષ પરમાત્મા. વ્યાખ્યાનાદિમાં શબ્દ પરમાત્મા.
સર્વના હૃદયમાં શ્રદ્ધા પરમાત્મા. આ પરમાત્માની કરુણાની વર્ષા ભક્ત પર સદા વરસતી જ રહે છે. ભક્ત સુરદાસના શબ્દોમાં કહું તો : “હે પ્રભુ..! આકાશમાં વર્ષા તો ક્યારેક આવે, પણ મારી આંખોમાં આપની યાદથી સદા વર્ષાઋતુ રહો...”
- આ ચાતુર્માસમાં આપણે પ્રભુમય બનવાનું છે. પ્રવચનો માત્ર સાંભળવાના નથી. પ્રવચનોમાં વહેવાનું છે. * પૂજ્ય આ. શ્રી વિજય જગવલ્લભસૂરિજી : (ચાતુર્માસઃ દાદાવાડી.] અરિહંત જેવા દેવા, શાશ્વત ગિરિ જેવું તીર્થ અને નવકાર
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૫૦૦