________________
પાલીતાણા ખીમઈબેન ઘર્મશાળા
ચૈત્ર સુદ-૫ ૯-૪-૨૦૦૦, રવિવાર
* કર્મ પુદ્ગલોમાં શક્તિ હોય છે, તેમ આપણે માનીએ છીએ, પણ તીર્થમાં શક્તિ છે, તેમ માનીએ છીએ ખરા ? તીર્થ હોય છે ત્યાં સુધી તીર્થંકરની શક્તિ તીર્થમાં કામ કરતી હોય છે. તીર્થ દ્વારા હજુ ભગવાન મહાવીર દેવની શક્તિ સાડા અઢાર હાર વર્ષ સુધી કામ કરશે.
કર્મની શક્તિ કામ કરે છે, તેમ કર્મમુક્ત આત્માઓની શક્તિ પણ કામ કરે છે, એ વાત હજુ આપણે સમજ્યા નથી. કર્મગ્રન્થ દ્વારા કર્મોની શક્તિ સમજાઇ, પણ હજુ ભક્તિ-શાસ્ત્ર દ્વારા પરમ આત્માની શક્તિ સમજાઈ નથી.
પંચસૂત્રમાં લખ્યું : “૩ મે પુસા સપુનો ...૧૨૫ ગુણ ત્ત રિહંતાફલાન્થ' મારી આ અનુમોદના પરમ શક્તિયુક્ત અરિહંત આદિના પ્રભાવથી સફળ બનો. “આદિ' શબ્દથી સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પણ લેવાના છે. એમની ભૂમિકા પ્રમાણે એમની શક્તિ પણ આપણામાં કામ કરે છે, એમ માનવું
રહ્યું.
* * નવકારશી વખતે જ રોજ ભૂખ લાગે, પણ આજે યાત્રા
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૧૦૫