________________
હોય. ગુણહીનને મોક્ષ ન મળે. મોક્ષહીનને સુખ ન મળે. [ગાથા૭૫.]
* આપણા આ જીવનના કે પૂર્વ જીવનના અપરાધ વિના આપણું કોઇ જ કશું જ બગાડી શકતું નથી. આટલી શ્રદ્ધા પ્રતિપળ રહેવી જોઇએ.
* ગુણોની વૃદ્ધિ કર્યા વિના, ગુણોને ક્ષાયિક બનાવ્યા વિના મોક્ષ મળી જશે, એમ રખે માનતા ! કર્મોએ આપણા ગુણો દબાવી દીધા છે.
* આત્મિક સુખનો અંશ પણ અમૃત તુલ્ય છે, જે સંસારના સમગ્ર ચક્રવર્તીઓના સુખથી ચડીયાતું છે, એમ જણો.
આવું જાણનારા મુનિઓ સંસારના સુખને દુઃખ અને દુઃખને સુખરૂપ જાણે છે.
यदा दुःखं सुखत्वेन, दुःखत्वेन सुखं यदा । मुनि र्वेत्ति तदा तस्य, मोक्षलक्ष्मीः स्वयंवरा ।
– યોગસાર. * સીમંધર સ્વામીને આપણે પ્રાર્થના કરીએ ને તેઓ આવી જાય ત્યારે આતુરતાપૂર્વક દર્શન કરીએ કે “સમય નથી' એમ કહી દઈએ ?
આપણી અંદર આત્મદેવ બિરાજમાન છે, સદા રહેલા જ છે, એના દર્શનની કદી ઈચ્છા થાય છે ?
કયું કર્મ નડે છે જે ઇચ્છા પણ પેદા કરવા દેતું નથી ? દર્શન મોહનીય કર્મ. ભગવાન આપણી અંદર જ બેઠા છે, પણ આપણે રુચિહીન છીએ.
દર્શનની ઇચ્છા થાય તે સમ્યગ્દર્શન, જાણકારી મળે તે સમ્યગુજ્ઞાન, એ પ્રભુ સાથે મિલન થાય તે સમ્યફારિત્ર.
ચારિત્ર મોહનીય પ્રભુના મિલનને અટકાવે છે. અંદર રહેલા પ્રભુની ઈચ્છા પેદા કરાવવા જ જ્ઞાનીઓ આપણને બહાર રહેલા
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૮૯